Abtak Media Google News

સૂર્ય મહારાજ મેષ રાશિમાં પ્રવેશી ચુક્યા છે જ્યાં તે ઉચ્ચના થાય છે વળી ૨૦ એપ્રિલના સૂર્ય રાહુની યુતિના પરિપાકરૂપે ગ્રહણ થવા જઈ રહ્યું છે અગાઉ લખ્યા મુજબ આ ગ્રહણની વૈશ્વિક અસરો શરૂ થઇ ચુકી છે અને જાપાનના વડાપ્રધાન પર ભાષણ દરમિયાન સ્મોક બૉમ્બથી  હુમલો થવા પામ્યો છે .

સૂર્ય એ સત્તા છે સરકાર છે સરકારની મુખ્ય વ્યક્તિઓ છે માટે આ સમયમાં સરકારની મુખ્ય વ્યક્તિઓ કોઈ ને કોઈ રીતે મુશ્કેલીમાં મુકાતી જોવા મળે વળી મહત્વની વ્યક્તિઓની સુરક્ષામાં ગાબડાં પડતા અને તે અંગે વિવાદ થતા પણ જોવા મળે. આ સમય વૈશ્વિક રીતે કાળજી રાખવા જેવો ગણી શકાય. આજરોજ શ્રીમદ્ વલ્લભાચાર્ય જયંતિ અને વરુથિની એકાદશીનો પવિત્ર દિવસ છે શ્રીમદ્ વલ્લભાચાર્ય મહારાણીજી અને કૃષ્ણ પરમાત્માને યાદ કરવાનો શ્રેષ્ઠ દિવસ છે.

વ્યસન અને એને લગતી બાબતો ઉજાગર થતી જોવા મળે છે અને બિહારમાં મોતીહારીમાં લઠ્ઠાકાંડ સામે આવ્યો છે હજુ આગામી દિવસોમાં વ્યસન અને એના ગલત પરિણામો સામે આવતા જોવા મળશે. ગુરુએ જીવ છે અને રાહુ વ્યસન છે માટે આ સમયમાં વ્યસનની અનેક બાબતો અને તેના ગંભીર પરિણામો ભોગવવાનો સમય આવે વળી અત્રે લખ્યા મુજબ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં બસ ખીણમાં ખાબકી છે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨ 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.