Abtak Media Google News

મેષ રાશિફળ (Aries): આજે તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો, જેથી તમે તમારા હરીફો પર પ્રભુત્વ મેળવશો. આજે ધંધામાં જંગી લાભ અને પ્રગતિના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે. સંતાન તરફથી કોઈ શુભ માહિતી મળી શકે છે. તમારા કેટલાક મિત્રો અથવા સંબંધીઓ તમારી ગુપ્ત બાબતોને જાણવાનો પ્રયત્ન કરશે.   આજનો દિવસ ખુશીથી ભરપૂર રહેશે.

વૃષભ રાશિફળ (Taurus): વ્યવસાય અથવા નોકરી કરતા લોકોએ કોઈ એવું કાર્ય ના કરવું જોઈએ જે બીજા માટે જોખમી હોય. સંકટમાંથી બહાર આવવા માટે તમારે ધૈર્યથી કામ કરવું જ જોઇએ. દૈનિક વેપારમાં સખત મહેનત પછી લાભની અપેક્ષા છે. પારિવારિક વ્યવસાયમાં કોઈ ડીલને અંતિમ સ્વરૂપ આપવા ખૂબ કાળજી લેવાની જરૂર છે. આજે કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને મહત્વ વધી શકે છે.

મિથુન રાશિફળ (Gemini) : લાંબા સમયથી ચાલતી શંકાસ્પદ સમસ્યાઓનો અંત આવશે. જે તમને માનસિક તણાવથી મુક્તિ આપશે. લાંબા સમયથી કામકાજમાં જે અવરોધ સર્જાયો હતો તેનો અંત આવશે. જ્ઞાન અને કળાથી સંબંધિત ક્ષેત્રોમાં તમામ પ્રયત્નો સફળ જોવા મળશે. આજે નોકરી કરનારા લોકો અથવા ધંધાકીય લોકોને સરકાર દ્વારા કોઈ સન્માન અથવા ઈનામ મળી શકે છે. આજે તમારા દ્વારા કરવામાં આવેલ કાર્યોની સમાજમાં પ્રશંસા થશે અને લોકો દ્વારા તમારા કાર્યોની પ્રશંસા કરવામાં આવશે.

કર્ક રાશિફળ (Cancer) : આજે તમારો દિવસ વ્યાવસાયિક કાર્યોથી ઘેરાયેલો રહેશે. વ્યવસાય અથવા કાર્યસ્થળમાં ઘણા પ્રકારના વિવાદો રહેશે. જેને તમારે સમજદારીપૂર્વક ઉકેલવી જોઈએ. પરિવારમાં કોઈ જૂની વાત કે ગુપ્ત શત્રુના કારણે બેચેનીનું વાતાવરણ રહેશે. ઓફિસનું વાતાવરણ થોડું ગંભીર રહેશે, જેનાથી તમે મુશ્કેલી અનુભવો છો. વાતાવરણને જીવંત બનાવવાનો પ્રયત્ન કરશો, પરંતુ સાથીદારોનો ટેકો મુશ્કેલ બનશે.

સિંહ રાશિફળ (Leo) આકસ્મિક રીતે લાભની ડીલ મેળવીને પૈસાની આવક થશે. ધંધો આજે વધારે સારો નહીં રહે, છતાં દૈનિક ખર્ચ સરળતાથી નીકળશે. આ સમય ભાવનાઓની જગ્યાએ વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારી આસપાસની પરિસ્થિતિઓમાં થોડો ફેરફાર અનુભવ કરશો. આ ફેરફારનો તમારા ઉપર અને પરિવાર ઉપર પોઝિટિવ પ્રભાવ પડી શકે છે. આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી શકો છો.

કન્યા રાશિફળ (Virgo) :  આજે તમને ધંધામાં સફળતા મળવાની સંભાવના છે. આજે તમારા મહત્વપૂર્ણ કાર્ય પૂરા થઈ શકે છે. રાજકીય ક્ષેત્રે આજે તમને ઉચ્ચ પદ મળી શકે છે. આજે તમને લાંબા સમયથી અટકેલા પૈસા મળી છે. ખોવાયેલી વસ્તુ મળી શકે છે. તમે સામાજિક અથવા રાજકીય કાર્યમાં વ્યસ્ત રહી શકો છો. આજે કાર્યક્ષેત્રમાં યોગ્યતા વિકસાવવાથી લાભ થશે અને નવી તકો પણ મળશે. સમાજ સુધારણા માટે કેટલાક કામ કરશો અને લોકોને મદદ કરવાથી માનસિક શાંતિ પણ પ્રાપ્ત થશે.

તુલા રાશિફળ (Libra) : આજે સવારથી તમારો મૂડ સારો રહેશે. તમે ધંધામાં મોટા ફાયદા માટે દિવસભર દોડશો. પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે ભાવિ યોજનાઓની ચર્ચા કરશો. જીવનસાથી સાથે સારો સમય પસાર કરો. સમાજ સુધારણા માટે કેટલાક કામ કરશો અને લોકોને મદદ કરવાથી માનસિક શાંતિ પણ પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio): લવ લાઇફ માટે દિવસ ઉત્તમ રહેશે અને કેટલાક નવા લોકોને મળવામાં આનંદ થશે. આજે કેટલાક મુશ્કેલ કાર્યોનો સામનો કરવો પડશે. આ કાર્યો કરતી વખતે, તમારી અંદર અસુરક્ષા વધવાની સંભાવના છે, જેના કારણે તમે તમારા પ્રત્યે થોડો નકારાત્મક અનુભવ કરશો; પરંતુ કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યા પછી મનમાં ઉદ્ભવતા ડર અને નકારાત્મક વિચારો દૂર થવા લાગશે.કરિયરને લગતી નવી તક તમારા માટે વધુ નવી તકો શોધવાનો માર્ગ ખોલશે. મહેનતથી ભાગશો નહીં.

ધન રાશિફળ (Sagittarius) : તમારે ધીરજ રાખવી જોઈએ. આજે દુશ્મન તમારા પર હાવી થઈ શકે છે. આ માટે તમારે સાવધાન રહેવાની જરૂર છે. આજે તમે તમારી કાર્યક્ષમતાથી કોઈપણ સમસ્યાનું સમાધાન લાવવા માટે સક્ષમ હશો. ખોટા વિવાદ કે વાતો કરવામાં તમારી ઊર્જા વ્યર્થ ન કરો. વડીલો તથા સન્માનિત વ્યક્તિના સાનિધ્યમાં પણ થોડો સમય પસાર કરવાથી તમને પોઝિટિવ ઊર્જા મળશે. શાંતિથી પરિસ્થિતિઓનો સામનો કરો.

મકર રાશિફળ (Capricorn) : ગુરુ પ્રત્યેની ભક્તિ અને આદર જાગૃત થશે. તમે પરિવારના સભ્યો સાથે ચર્ચા કરીને તમારી સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરશો. બીજાનું દુઃખ જોઈને આજે તમે દુઃખી થઈ શકો છો. પૈસા સંબંધિત યોજનાને અમલમાં મૂકવા માટે તમારા દ્વારા મોટા પ્રમાણમાં પ્રયત્નો કરવામાં આવશે. ઘર ખરીદવા અથવા મોટા રોકાણ માટે નક્કર પગલાં લેવા માટે તમારા માટે આગામી થોડા દિવસો ખૂબ જ યોગ્ય સાબિત થશે.

કુંભ રાશિફળ (Aquarius) : આજે તમે કોઈ સામાજિક સંગઠનમાં ઉચ્ચ પદ પર જઈ શકો છો, જે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે. ધંધામાં આકસ્મિક લાભ થવાની સંભાવના છે. પરિવારમાં કોઈ શુભ અથવા ધાર્મિક કાર્યોની ચર્ચા થઈ શકે છે. આ સમયે સવાસ્થ્યને લગતી ગતિવિધિઓ ઉપર ખર્ચ વધારે રહેશે. કોઇના પ્રત્યે પણ તમારા મનમાં નકારાત્મક વિચાર આવવા દેશો નહીં. કોઇ અયોગ્ય કે ગેરકાયદેસર કામમાં રસ લેવું અપમાનજનક સ્થિતિ ઊભી કરી શકે છે.

મીન રાશિફળ (Pisces) :  ઓફિસમાં તમારા સાથીઓ થોડા હળવા મૂડમાં રહેશે અને કામ કરવાની ઇચ્છા પણ દર્શાવશે. તમને સર્જનાત્મક કાર્ય કરવાની તક પણ મળશે, જેથી તમે તમારામાં છુપાયેલી પ્રતિભા બહાર નીકાળવા પ્રયત્ન કરી શકશો અને સફળતા મેળવશો. સમય સામાન્ય પસાર થશે. પરંતુ વિષમ પરિસ્થિતિઓમાં પણ તમે તમારું મનોબળ જાળવી રાખશો. તમારા કાર્યને યોગ્ય રીતે અંજામ આપી શકશો. કોઇ નજીકના મિત્રની સલાહ અને સહયોગ તમને અનેક પરેશાનીઓથી રાહત અપાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.