Abtak Media Google News

ઋગ્વેદ, યજુર્વેદ, અર્શ્ર્વવેદમાં શિવજીની ઉપાસનાનું મહત્વ દર્શાવાયું છે

– નિકિતા ગોહેલ

ઋગ્વેદમાં રૂદ્રની કલ્પનામાંથી સમય જતાં શિવપૂજા વિકસી હડપ્પા અને લોથલ મોહેંજો -દડોમાં મળી આવેલા અવશેષો પરથી જાણવા મળે છે કે, ઋગ્વેદ પહેલા પણ પ્રચલિત હતી. આપણી પ્રાગ્વેદકાલીન સંસ્કૃતિમાં પણ લિંગ પૂજા પ્રચલિત હતી. ભારતીય ઇતિહાસમાં મુખ્ય તો ત્રણ સંપ્રદાયને મહત્વ આપવામાં આવે છે. તેમાં આપણે શિવ સંપ્રદાય વિશે જાણીએ.

ઋગ્વેદમાં એક માન્યતા પ્રચલિત હતી કે રૂદ્રની કૃપાથી લોકો રોગમુકત રહે છે અને તે પશુઓ અને વનસ્પતિના દેવ મનાતા હતા.

યર્જુર્વેદમાં રૂદ્રની ઉપાસનાનો આખો વિભાગ છે. માત્ર શિવ સંપ્રદાય આદિગ્રંથ છે. આ વેદમાં રોગનો નાશ કરવામાં કે બહારના ભયથી રક્ષણ કરવું એટલું જ નથી. પણ તે પાપનાશક બને છે. આ સ્વરૂપને ગિરીશ કહે છે. અને તેનો અર્થ પર્વત પર શયન કરવા વાળો એવો થાય છે.

અથર્વવેદમાં રૂદની ભાવના એ ભવ અને શર્વના નામથી ઓળખાતા થયા છે. એ અહીં એક મંત્રમાં બધા નક્ષત્રો અને ચંદ્રએ રૂદ્રના તાબામાં છે એમ કહે છે.

‘શતપથ બ્રાહ્મણ’ અને ‘કૌષિતકી બ્રાહ્મણમાં’ રૂદ્રને ઉષાનો પુત્ર કહે છે. તે જન્મ્યા પછી તેનું પ્રજાપતિ એ ભવ, શર્વ, પશુપતિ, ઉગ્ર, રૂદ્ર, મહાદેવ અને ઇશાન (વીજળી) એમ આઠ નામ આપ્યાં છે. ઉપનિષદામાં તે દેવ અહીં શિવ, મહેશ અને મહાદેવ તરીકે ઓળખવા લાગ્યા, મહાભારત સમયમાં મૂર્તિપૂજા કરતા લિંગ પૂજામાં વધારે લોકો માનતા આમ કલ્યાણકારી શિવની કલ્પના વિકસી.

રૂદ્રએ બ્રહ્માના જ માનસપુત્ર છે. બ્રહ્માના કપાળમાંથી તેનો જન્મ થયો હોવાનું મનાય છે.

કેડેફિસ રાજાએ ઇ.સ. 45 થી 78માં પોતાના સિકકાની એક બાજુ ત્રિશુલધારી પુરૂષ (શિવ) અને બીજી બાજુ નંદીનું ચિહન જોવા મળે છે. ઇ.સ. 609 માં મૈત્રક રાજવીઓએ મૈત્રકકાલીન અને તામ્રપત્ર દ્વારા જાણવા મળે છે. કે શિલાદિત્ય અને ધર્માદિત્ય, શિવાલયને એક વાડી અને બે ક્ષેત્રનું દાન આપ્યું હતું. સોમનાથ મંદિર પણ આ સમયે બંધાયું હોવાનું મનાય છે.

ગુજરાતના સોલંકી વંશના રાજવીઓએ સોલંકી કાલ દરમિયાન અનેક શિવમંદિરો બંધાવ્યા હતાં.

વિ.સંવત 1343થી (1287) ના સમય ગાળાના ત્રિપુરાન્તકમાં જણાવ્યું છે કે લાટ દેશમાં કાયાવરોહણમાં લકુલીશ રૂપે સ્વવતર્યા હતા. અને તેમના ચાર શિષ્યો, કુશિકા, ગર્ગ, કૌરૂષ અને મૈત્રેયા હતા. ભારતમાં ગુપ્તકાળમાં મુર્તિકલાનો વિકાસ થયા પછીના સમયમાં શિવ મૂર્તિનું સર્જન થવા લાગ્યું અને મંદિરોના ગર્ભગૃહમાં શિવલિંગની પ્રતિમા સ્થાપવામાં આવતી, અને દિવાલો ઉપર ૐ સ્વરૂપે લગાવવામાં આવતી એ એલોરા, સોમનાથ, મોઢેરા, શામળાજી વગેરે દેવ મંદિરોમાં મળી આવે છે.શિવના સામાન્ય સ્વરૂપો રાવણાનું ગ્રહ, અર્જુનાનુ ગ્રહ સૌમ્ય સ્વરૂપો તથા રોદ્ર સ્વરૂપોમાં અંધકારસુર ત્રિપુરાન્તક, યમારી, કંકાલ, ભીરભદ્ર વગેરે જગ્યાએ ભારતમાં જોવા મળે છે.

ડભોઇ ઝિંઝુવાડાના કિલ્લાની દિવાલોમાં દરવાજામાંથી પણ અનેક શિવની પ્રતિમાઓ આજે પણ જોવા મળે છે.

શિવના બે સ્વરૂપો છે:-

(1) રૌદ્ર

(ર) કલ્યાણકારી (સૌમ્ય)

વિશભકતોએ શિવના બન્ને સ્વરૂપને પુજે છે સામાન્ય જનતામાં એવું માને છે કે શિવ પોતાની પત્ની ઉમા સાથે હિમાલયના કૈલાસ શિખર પર વસે છે. શિવ પોતે દિગંબર છે. તે વ્યાધ્રચર્મ ધારણ કરે છે. તેમના હાથમાં ત્રિશુલ અને ડમરૂ છે. તેમનું વાહન નંદિનો વૃષભ છે.

ઐતિહાસિક યુગના પ્રારંભથી જ  ભારતમાં વ્યાપક પ્રચાર-પ્રસાર થયો છે અને શિવ ધર્મમાં સમય જતાં અનેક શાખાઓ પડી ગઇ

પાશુપત અથવા માહેશ્ર્વર:- યુઆન શુઆંગ જેમાં મહેશ્ર્વરો પૂજા કરતા આ સંપ્રદાય શંકરાચાર્ય અને રામાનુજના સમયમાં પાશુપતિના મતો તરીકે ઓળખાવે છે.

મૈસુરના એક શિલાલેખમાં આ સંપ્રદાયમાં આદ્ય સ્થાપક ને લકુલીશ  કહેવામાં આવે છે. તે ગુજરાતના હતા. ડભોઇ (જિ. વડોદરા) પાસે આવેલા (કાયાવરોહણ)માં હાલ કારવણમાં જન્મ્યા હતા. લકુલીશના રૂપમાં શિવ અવતારનું વર્ણન છે. આ ત્રિપુરાન્તક યાત્રા કરીને તેમને સોમનાથમાં પાંચ દેવાલયો  બંધાવ્યા અને ગંડભાવ બ્રહ્મસ્પતિને મહાધિપતિ તરીકે સ્થાપ્યા હતા.

આ સંપ્રદાયમાં કાર્ય, કરણ, યોગ, જપ, ઘ્યાન પાંચ વિધી છે. આ સંપ્રદાયનો મુખ્ય મંત્ર ઝ નમ: શિવાય છે.

કાપાલિક સંપ્રદાય:- આ સંપ્રદાયમાં કાપાલિક કે કાલમુખમાં બિભત્સ શબ્દ ક્રિયા વાળો લાગે છે. તેને લગતું સાહિત્ય મંદિરો, પ્રતિમાઓ ભારતમાંથી મળતી હોવાનું મનાય છે.

આ સંપ્રદાયના અનુયોગી ઓને છ પ્રકારની મુદ્દાઓ ધારણ કરવી પડે છે.

(1) કંડભૂષણ (ર) કર્ણભુષણ (3) શિરોભૂષણ (4) સુવર્ણ અલંકાર (પ) ભસ્મ (6) યજ્ઞોપવિત

દ્રવિડ સંપ્રદાય:- દક્ષિણ ભારતમાં તાલીમ પ્રદેશમાં ઘણા પ્રાચીન કાલથી શિવધર્મ પ્રચલિત હતો. તેમાં વેદાંતની વિચાર સરણીઓ સ્વીકારવામાં  આવી છે. અને દરેક સંતો અને આચાર્યો થયા છે. આ ગ્રંથમાં રર ગ્રંથો, સંગ્રહો નોંધપાત્ર થયા છે. અને આ અનુયાયીઓ માને છે કે શિવ નિગુર્ણ, નિરાકાર અને અવર્ણનીય છે. અને ઘ્યાન અને ભકિત દ્વારા ઇશ્ર્વરને પામી શકાય છે.

કાશ્મીરી રૌદ્ર સંપ્રદાય:- આ સંપ્રદાયમાં તેમનો ફોટો કાશ્મીરમાં ફેલાવો છે. તે માટે કાશ્મીર સંપ્રદાય તરીકે ઓળખાયો.

આ મતમાં જીવ મોજ શિવ છે એવો સિઘ્ધાંત પ્રચલિત છે અને અહીં શિવની સાથે જ તેની ભકિત કરવામાં આવે છે.

વીર શૈય લિંગાયત સંપ્રદાય:-

આ મતનો પ્રચાર દક્ષિણ ભારતમાં કર્ણાટક પ્રદેશમાં વધારે હતો. આ સંપ્રદાયમાં આરાધય બ્રાહ્મણ જ્ઞાતિના માહેરાજના પુત્ર એ સ્થાપ્યો.

આ સંપ્રદાયમાં જે પ્રરબ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરુપ છે તે શિવતત્વ છે. અને એને સ્થાન તરીકે ઓળખવામાં આવે છે.

લિંગએ સાક્ષાત શિવ સ્વરૂપ છે તેના ત્રણ પ્રકાર છે.

(1) ભાવ લિંગ (ર) પ્રાણલિંગ (3) ઇષ્ટ લિંગ

આ લિંગાયતોએ અસ્પૃશ્યતામાં માનતા નથી, આમાં મળદાને ધરવાનો રિવાજ છે, તેઓ સુતક, પિંડદાનમૉ માનતા નથી. તેઓ માંસાહાર કરતા નથી તેઓ બાળલગ્ન કરતા નથી. વિધવાઓને પુનલગ્નની છુટ આપે છે. રજસ્વલા સ્ત્રીઓને અસ્પૃશ્ય ગણતા નથી.

નાથ  સંપ્રદાય:- આ સંપ્રદાયમાં સાધુઓને નામને અંતે નાવ શબ્દનો શબ્દ પ્રયોજાય છે.

જેમ કે અનાદિ જેમ પાશુપતિની જેમ સ્વામી છે. માહેશ્ર્વરના સ્વર્થમાં અભિપ્રેત જણાય છે. તે ગોરખનાથ, ધેરડ સંહિતા અને શિવ સહિતા નામમાં નોંધપાત્ર છે.

આ ગ્રંથોમાં નવ આચાર્યો છે એમ મનાય છે.

(1) ગોરક્ષનાથ (ર) નાગાર્જુન (3) દત્તાત્રેય (4) જડત્વરત (પ) મત્સ્યેન્દ્ર નાથ (6) જલંધરનાથ (7) સહસ્ત્રાજુન (8) દેવદત્ત અને (9) આદિનાથ

પંજાબ અને નેપાળમાં આ સંપ્રદાયના અનેક મંદિરો આવેલા છે. કેટલાક મંદિરોમાં ગોરખનાથ શિવરૂપે પુજાય છે.

આ સંપ્રદાયમાં ઉપારયદેવ આવી ભૈરવ છે. ભૈરવની સમક્ષ આ પંથકમાં દાખલ થનારને કાન વીંધવામાં આવે છે. અને તેમાં સાધુઓ કુંડલા, કિંગદરી, મેખલા, શુગી ધંધારો, રૂદ્રાક્ષ, કથા, દંડ, ખબર, ખખર, ભસ્મ ત્રિવુંડ વગેરે ધારણ કરે છે. અને આ શાખામાં યોગને ખાસ મહત્વ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.