Abtak Media Google News

તા. ૧૬.૭.૨૦૨૩ રવિવાર, સંવંત ૨૦૭૯ અષાઢ વદ ચતુર્દશી, આર્દ્રા નક્ષત્ર, ધ્રુવ યોગ,  વિષ્ટિ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  મિથુન (ક,છ,ઘ)  રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં  કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.

કર્ક (ડ,હ) : આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

સિંહ (મ,ટ) :  આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

કન્યા (પ ,ઠ ,ણ ) : વેપારીવર્ગને લાભદાયક દિવસ છે,  સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ  માટે પણ સારું રહે.

તુલા (ર,ત) : આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ  થાય.

વૃશ્ચિક (ન ,ય ) : અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મકર (ખ ,જ ) : આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

કુંભ (ગ ,સ,શ ) : પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

મીન (દ ,ચ ,ઝ ,થ): દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો,  તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–સૂર્ય મહારાજ ૧૭ જુલાઈના રોજ એક માસ માટે કર્ક રાશિમાં પ્રવેશ કરશે

ભારતવર્ષ માટે ગૌરવની ક્ષણ આપણે નિહાળી અને ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક અવકાશમાં છોડવામાં આવ્યું. ૧૪ જુલાઈના જયારે ચંદ્ર મહારાજ રોહિણી નક્ષત્રમાં ઉચ્ચના હતા વળી તેમના જ નક્ષત્રમાં હતા ત્યારે આ લોન્ચિંગ થયું છે જે આપણાં ઋષિમુનિઓના અગાધ જ્ઞાન સાથે વિજ્ઞાનનો સમન્વય દર્શાવે છે. ભારતના નાગરિક તરીકે આપણાં સૌ માટે આ ક્ષણ ગૌરવની ક્ષણ છે અને આગામી સમયમાં ચંદ્ર અને અંતરિક્ષના વધુને વધુ રહસ્યો આપણી સમક્ષ આવશે તેમાં શંકાને સ્થાન નથી. ગોચર ગ્રહોની વાત કરીએ તો ગ્રહોના રાજા સૂર્ય મહારાજ ૧૭ જુલાઈના રોજ એક માસ માટે કર્ક રાશિમાં પ્રવેશ કરશે જેને કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે કર્ક સંક્રાંતિ જળતત્વ દર્શાવે છે વળી સૂર્ય ચંદ્રના ઘરમાં જાય છે જ્યાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ થશે. મંગળના સિંહમાં આવવા સાથે તે વક્રી શનિની સાતમી દ્રષ્ટિમાં અને રાહુથી પાંચમે આવે છે. સૂર્યના ઘરમાં મંગળ રાજકીય ઘટનાક્રમને અચાનક અલગ દિશામાં લઇ જનાર બને છે વળી અગાઉ લખ્યા મુજબ રાષ્ટ્રીય ફલક પર ચર્ચાઓમાં કેટલાક મહિલા નામો આવી રહ્યા છે તો વક્રી શનિ કાર્ય બાબતે હજી અસમંજસ ઉભી કરતા જોવા મળશે જન્મકુંડળીમાં શનિ જ્યાં હોય ત્યાં કાર્ય નિષ્ઠા અને સખત પરિશ્રમ માંગે છે, ક્યાં સ્થાનમાં શનિ કઈ બાબતમાં વિશેષ જવાબદારી અપાવે છે તે આવતા અંકમાં જણાવીશ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.