Abtak Media Google News

તા. ૧૪.૭.૨૦૨૩ શુક્રવાર, સંવંત ૨૦૭૯ અષાઢ વદ બારસ, રોહિણી  નક્ષત્ર, કૌલવ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ)  રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.

વૃષભ (બ,વ,ઉ) : સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.

મિથુન (ક,છ,ઘ) : ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે ,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

કર્ક (ડ,હ) : થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.

સિંહ (મ,ટ) :  જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.

કન્યા (પ ,ઠ ,ણ ) : આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે ,પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.

તુલા (ર,ત) : પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે ,વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ ખુશનુમા વીતે .

વૃશ્ચિક (ન ,ય ) : નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે ,ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા  મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

કુંભ (ગ ,સ,શ ) :   આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.

મીન (દ ,ચ ,ઝ ,થ): આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે ,ભાઈ ભાંડુ સુખ સારું રહે,અંગત મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–ભૂસ્ખલનના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે

ગોચર ગ્રહો  મુજબ જળતત્વની કર્ક સંક્રાંતિ સમયે સર્વત્ર જળ બમ્બાકાર થઇ રહ્યું છે અને પર્વતાળ વિસ્તારોમાં તબાહી પણ જોવા મળી રહી છે વળી ભૂસ્ખલનના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે વિષે હું અત્રે લખી ચુક્યો છું તો બીજી તરફ રાજા સૂર્ય ફરી ટેક્સ અને વાણિજ્યના સ્વામી બુધને મળવા જઈ રહ્યા છે ત્યારે સરકારની નજર ટેક્સચોરી દૂર કરવા પર આવે એ સ્વાભાવિક છે અને આ સમયમાં ઓનલાઇન છેતરપિંડી સામે સરકાર વિશેષ કદમ ઉઠવતી પણ જોવા મળશે. વળી અગાઉ લખ્યા મુજબ  વ્યસનના કારક રાહુ મહારાજ મંગળને અને કેતુ શનિની જોઈ રહ્યા છે માટે ડ્રગ્સના મોટા કન્સાઇન્મેન્ટ પકડાય અને આ જંગ લોહિયાળ બનતી જોવા મળે વળી કેતુ જાહેરજીવનની તુલા રાશિમાં થી પસાર થઇ રહ્યા હોય ડ્રગ્સ વિગેરે દુષણો વ્યાપક રીતે જાહેરજીવન પર અને નવી પેઢી પર અસર કરનાર સાબિત થાય છે. ચર રાશિમાં થી પસાર થતા રાહુ કેતુ અને ગુરુ વધુને વધુ વિદ્યાર્થીઓને અને યુવાધનને બહાર જવાની પ્રેરણા આપી રહ્યા છે અને વિદેશ માટે વધુને વધુ ફાઈલો મુકાઈ રહી છે ત્યારે તેના શુભ પરિણામો અને નબળા પરિણામો સમાજની સામે આવવાના શરુ થઇ ચુક્યા છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.