Abtak Media Google News

તા. ૧૨.૭.૨૦૨૩ બુધવાર, સંવંત ૨૦૭૯ અષાઢ વદ દશમ, ભરણી નક્ષત્ર, દ્યુતિ યોગ, બવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.

Advertisement

વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,બેચેની જેવું લાગ્યા કરે , મધ્યમ દિવસ.

મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ) :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.સ્ત્રીવર્ગને સારું રહે. વેપારીવર્ગને મધ્યમ.

સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.

કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,લોકો તમારી સલાહ માને અને આદર આપે , આગળ વધી શકો.

વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ ) :અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.

મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

 

નવમે રાહુ હોય ત્યારે તમને મળતી તક વિષે ચૂપ રહેવું

ગઈકાલે આપણે રાહુના સ્થાન મુજબ રાહુ જ્યાં બેઠા હોય ત્યાં વ્યક્તિએ એ બાબતને લગતી ગુપ્તતા રાખવી જોઈએ તે ચર્ચા કરતા હતા એ મુજબ જો ચોથે રાહુ હોઈ તો વ્યક્તિએ પોતાના મકાન વિષે અને વાહન વિષે બડાઈ ના કરવી જોઈએ અને મકાનના સજાવટની વસ્તુઓ કેટલામાં લીધી ક્યાં થી લીધી એવી ચર્ચા ના કરવી જોઈએ. પોતાની મિલકત વિષે બહુ ડિક્લેર ના કરવું જોઈએ.

પાંચમે રાહુ હોય ત્યારે ખુબ સાવધાન રહેવું અને તમારા લાગણીના સબંધ વિષે કોઈ જોડે ચર્ચા ના કરવી આ ઉપરાંત તમારા સંતાનની પ્રગતિ વિષે પણ બડાઈના કરવા સલાહ છે. રાહુ છઠે હોય ત્યારે તમારે કેટલું દેવું છે કેટલી લોન છે કે કોણ તમારા શત્રુઓ છે એ વિષે બહુ ચર્ચા ના કરવી ખાસ કરીને છઠે રાહુવાળા જેટલા પોઝિટિવ રહે તેટલો તેમને લાભ થાય છે.

સાતમે રાહુ વાળા એ કદી ભાગીદારની બુરાઈ ના કરવી તથા જીવનસાથી વિષે બહુ ખુલીને વાત ના કરવા સલાહ છે અને તમારા અંગત જીવનને અંગત જ રાખવા સલાહ છે જયારે આઠમે રાહુ આવે છે ત્યારે તમારા જીવનમાં અચાનક પરિવર્તન આવતા જોવા મળશે વળી તમને કેટલીક સંપત્તિ મળતી મળતી રહી જતી લાગશે માટે વીલ વારસા બાબતે ગુપ્તતા રાખવી જરૂરી બને છે. આ જ રીતે નવમે રાહુ હોય ત્યારે તમને મળતી તક વિષે ચૂપ રહેવું યોગ્ય રહેશે. દશથી બાર સ્થાનનું ફળ આવતીકાલે લખીશ.

 –જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
      ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.