Abtak Media Google News

તા.૨૩.૩.૨૦૨૪ શનિવાર, સંવંત ૨૦૮૦ ફાગણ સુદ તેરસ, પૂર્વાફાલ્ગુની નક્ષત્ર, વિષ્ટિ કરણ

આજે બપોરે ૨.૧૯ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) ત્યારબાદ કન્યા (પ ,ઠ ,ણ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.

મિથુન (ક,છ,ઘ) :  કાર્યમાં સફળતા મળતી જણાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ)       : પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો,  તમારા સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

સિંહ (મ,ટ) :  આજના દિવસે કામકાજમાં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

કન્યા (પ ,ઠ ,ણ) : કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવામાં કાળજી રાખવા સલાહ છે.

તુલા (ર,ત) : નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે,  સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

વૃશ્ચિક (ન ,ય) : નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે,  સ્ત્રી વર્ગને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

ધન (ધ,ભ,ફ,ઢ ): ઇષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે.

મકર (ખ,જ) : કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય, મનનું ધાર્યું ન થાય, મધ્યમ દિવસ.

કુંભ (ગ ,સ,શ): રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

મીન (દ,ચ,ઝ,થ): જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.

હોલિકા દહન પર જીવન પદ્ધતિમાં યોગ્ય ફેરફારથી ગ્રહો સુધારી શકાય છે!!

અગાઉ અત્રે લખ્યા મુજબ અરવિંદ કેજરીવાલજી માટે સમય કઠિન શરુ થયો છે જે વિષે અગાઉ અત્રે જણાવી ચુક્યો છું તો ગ્રહણ નજીક આવી રહ્યું છે તેમ દરેક ક્ષેત્રમાં ગતિવિધિ તેજ થઇ રહી છે આ ગ્રહણમાં બુધ પણ સહભાગી થતા હોય આયાત નિકાસ વ્યાપાર વાણિજ્ય શેરબજાર બેન્ક અને વીમા ક્ષેત્ર પર પણ વિશેષ અસર જોવા મળે વળી શનિ મહારાજના ઉદય પછી રાજકીય ગતિવિધિ અત્યંત તેજ બની છે જયારે મંગળ શનિ યુતિ વાતાવરણને વધુ ગરમ બનાવી રહ્યું છે, આ સમયમાં જ્વાળામુખી સક્રિય થવાની ઘટના પણ બની શકે! ૨૪ માર્ચ ને રવિવારના હોલિકા દહન આવી રહ્યું છે!! હકીકતમાં આ  તહેવારને બરાબર સમજવાની જરુરુ છે. હોલિકા દહન એ આપણી અંદરના ષડ્રિપુ એટલે કે છ શત્રુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર(ઈર્ષા) નું દહન કરવાનું પર્વ છે! બહારના શત્રુ કરતા અંદરના શત્રુ વધુ ખતરનાક હોય છે! કોઈ વ્યક્તિ જયારે ખુબ અહમથી મોટી બની જાય છે ત્યારે તેને બહારની વ્યક્તિ નથી મારતી પરંતુ તેની અંદરની વૃત્તિઓ જ તેને મારવામાં જવાબદાર બને છે, જે આપણા તમામ શાસ્ત્રોનો નિચોડ છે માટે હોલિકા દહન પર આપણે આપણી જાતનું મનોમંથન કરી અંદરની ખરાબ વૃત્તિમાં થી બહાર આવવાનું છે!! આપણે આ પર્વ પર આપણી જાત સાથે કેટલાક વાયદા કરવા જોઈએ અને જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા જોઈએ. જીવન પદ્ધતિમાં યોગ્ય ફેરફારથી ગ્રહો સુધારી શકાય છે!!

-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.