Abtak Media Google News

તા. ૨૧ .૧૧.૨૦૨૩ મંગળવાર  ,સંવંત ૨૦૮૦, કારતક સુદ નોમ, શતતારા  નક્ષત્ર,વ્યાઘાત  યોગ,  બાલવ   કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  કુંભ (ગ ,સ,શ )  રહેશે.

મેષ (અ,લ,ઈ) : આવકમાં  મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો,મિત્રોની મદદ મળી રહે ,પ્રગતિકારક દિવસ .

કર્ક (ડ,હ)  : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,નેગેટિવ  વિચારો આવે, મધ્યમ દિવસ.

સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ  ટાળવી,પરેજી પાલવ સલાહ છે .

તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .

વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી,સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .

મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને,યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

–જન્મકુંડળીમાં કેતુ અને ગણેશ સાધના

કેતુ મહારાજ કન્યા રાશિમાં શુક્ર સાથે યુતિ કરી રહ્યા છે અને ઘણી જગ્યાએ આરામ કે ભોગની ભાવનાનો ત્યાગ કરવો જરૂરી બને છે ઘણા કલાને લગતા કાર્યોમાં રુકાવટ આવતી જોવા મળે કે એ પ્રકારના કાર્યક્રમમાં રુકાવટ આવતી જણાય વળી રોગ, ઋણ, શત્રુની રાશિમાં કેતુ હોવાથી આ બાબતે ચિંતા કરાવનાર બને છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે કેતુના કારણે પ્રશ્નો સર્જાતા હોય ત્યારે કેટલીક ગણેશ આરાધના ખુબ કામ લાગે છે કેમ કે કેતુ કટ બતાવે છે વળી રાહુ અને કેતુ શરીર વિચ્છેદ બતાવે છે જે ગણેશજીની અવતાર લીલા મુજબ છે માટે ગણેશજી કેતુએ આપેલા ઘાવ સમજી શકે છે અને તેને દૂર પણ કરી શકે છે અલગ અલગ યુતિ મુજબ ગણેશજીના વિવિધ સ્વરૂપની પૂજા કરી શકાય  ગુરુ કેતુ કોઈ રીતે સંપર્કમાં આવતા હોય તો હરિદ્રા ગણેશ મંત્ર અને સાધના કામ કરે છે શનિ કેતુ યોગ બનતો હોય તો ઉચ્છીષ્ઠ ગણેશ સાધના જયારે કોર્ટ કેઈસ કે કોઈ સમસ્યા હોય ત્યારે અને સૂર્ય કેતુ યોગમાં  સિદ્ધિવિનાયક ગણેશ સાધના વળી આર્થિક બાબતો માટે અને શુક્ર કેતુ હોય ત્યારે  લક્ષ્મી ગણેશ સાધના જયારે ચંદ્ર કેતુ સાથે હોય અને સંબંધોમાં તકલીફ પડતી હોય ત્યારે ત્રૈલોક્યમોહન ગણેશ સાધના ઉત્તમ ફળ આપે છે વળી મંગળ કેતુ યુતિ હોય તો ઋણમોચક ગણેશ મંત્ર કરી શકાય જયારે મંગળ અને કેતુની તકલીફ કોઈ ને કોઈ રીતે જન્મકુંડળીમાં દેખાય તો જાતે માટીના ગણેશ બનાવી તેની પૂજા કરવી જોઈએ તથા ગણેશ અવતાર રહસ્ય સમજવું જોઈએ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.