Abtak Media Google News

તા. ૧૮ .૪.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ દશમ , આશ્લેષા   નક્ષત્ર, વણિજ  કરણ આજે   સવારે ૭.૫૭ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ)  ત્યારબાદ સિંહ (મ,ટ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) :  જમીન મકાન વાહન સુખ સારું રહે,  તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક  રહે.

મિથુન (ક,છ,ઘ) :  તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.

કર્ક (ડ,હ)  : બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો,મનોમંથન  કરી શકો.

સિંહ (મ,ટ) :  તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે,લોકો દ્વારા તમારી પ્રસંશા  થાય.

કન્યા (પ ,ઠ ,ણ) : લોન વિગેરે બાબતમાં સાંભળવું , ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

તુલા (ર,ત) : જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ  થાય.

વૃશ્ચિક (ન ,ય) :  વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ  દીવસ.

ધન (ધ,ભ,ફ,ઢ ): આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર  સાથે આનંદ માણી શકો .

મકર (ખ,જ) :  કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ રહે  .

કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા! , હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી —– ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.