Abtak Media Google News

એપ્રિલ મહિનામાં લેવાયેલી ગુજરાત બોર્ડની ધોરણ 12 સાયન્સની પરિક્ષાનું પરિણામ 33 દિવસમાં એટલે કે 12 મેના રોજ જાહેર થઈ રહ્યું છે. આ ઉપરાંત, 18 એપ્રિલે લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પણ આજે પરિણામ જાહેર થશે.www.gseb.org આ વેબસાઇટ પરથી જાણો. આ વર્ષે 1.04 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 12 જ્યારે 1.02 લાખ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી.

એન્જીનિયરિંગ કોલેજોમાં ગુજકેટ અને જેઈઈ બાદ જ પ્રવેશ

રાજ્યમાં એન્જીનિયરિંગની ડિગ્રી કોલેજોમાં પ્રવેશ ગુજકેટ આધારે જ આપવામાં આવે છે. જોકે સરકારી કોલેજોમાં 5 ટકા બેઠકો જેઈઈના આધારે ભરવામાં આવતી હોવાથી તમામ માટે પ્રવેશ પ્રક્રિયા એક સાથે જ શરું કરવામાં આવશે.
માત્ર સાયન્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પણ રાહ જોવી પડશેમેડિકલ અને ઇજનેરી જ નહીં માત્ર સાયન્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતાં વિદ્યાર્થીઓએ પણ રાહ જોવી પડશે

યુનિવર્સિટીમાં હજુ પ્રવેશ એજન્સીઓ જ નક્કી નથી થઈ.

12 સાયન્સનું પરિણામ વહેલું જાહેર થઈ રહ્યું છે, પરંતુ આગામી બે મહિના સુધી ફક્ત પ્રવેશ પરીક્ષાઓ આપવા સિવાય એડમિશનની બીજી કોઈ કામગીરી નહીં થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.