આજે મોહિની એકાદશીનું અનેરૂ મહત્વ મોક્ષ નહી પરંતુ મોહમાંથી મુકિત આપનાર એકાદશી

વૈશાખ સુદ અગીયારસને ગુરૂવાર તા.12.5ના દિવસે મોહિની એકાદશી છે.

ગુરૂવારે સવારે વહેલા ઉઠી ન્હાવાના પાણીની ડોલમાં ગંગાજળ નાખી સ્નાન કરવું ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું અને કથા વાંચવી અથવા સાંભળવી મોહિની એકાદશીના દિવસે ઘરમાં ગૌમુત્ર અથવા ગંગા જળ છાંટવુ ઉતમ ગણાય છે.

મોહિની એકાદાશી એટલે મોહ પાડનારી નહિ પરંતુ મોહમાંથી મૂકિત આપનાર એકાદશી છે. જીવનમાં કોઈ પણ વસ્તુનો મોહ જાગે એટલે જીવનમાં જ્ઞાન તથા વિવેક રહેતા નથી અને પતન થાય છે. આથી જ શાસ્ત્રોમાં પુરાણોમાં કહેલું છે. કે કામ ક્રોધ, મોહનો ત્યાગ કરો.

એકાદશીની કથાનો બોધ: જીવનમાં કોઈપણ વસ્તુનો અને વ્યકિતનો મોહ રાખવો જોઈએ નહિ જે મળે તેમાં સંતોષ માનવો જોઈએ તોજ જીવન સુખી થશે.

વ્યકિતના જીવનમાં ગમે તેટલી સંપતી હોય બધુ જ હોય પરંતુ સંતોષના હોય તો બધુ જ નકામુ છે. આથી ખોટો મોહ છોડી અને સંતોષ પૂર્વક જીવન જીવવું જોઈએ.
-શાસ્ત્રી રાજદીપ જોષી