Abtak Media Google News

જાણે રાત પડશે ને દિવસ ઉગશે

સૌરાષ્ટ્રભરનાં મુખ્ય શહેરોમાં યુવાધન ડાન્સ, ડાઈન અને વાઈન સાથે ઉજવશે થર્ટી ફર્સ્ટ સહેલાણીઓ દીવ જેવા ફરવાલાયક સ્થળોએ ઉમટી પડયા તો ખ્રિસ્તીદેવળોમાં થશે સમૂહ પ્રાર્થના: પાર્ટીપ્લોટ, કલબ હાઉસ, હોટેલોમાં રાત્રે ૧૨ના ટકોરે આતશબાજી સાથે રંગારંગ કાર્યક્રમો: વેપારીઓને કેક, આઈસ્ક્રીમ તો કેન્ડલ લાઈટ ડિનરમાં થશે લાખોનો ધંધો

બાય-બાય ૨૦૧૮, વેલકમ ૨૦૧૯ને આવકારવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં યુવા હૈયાઓ આજે રાત્રે ધૂમ મચાવશે

બાય-બાય ૨૦૧૮, વેલકમ ૨૦૧૯ને આવકારવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં યુવા હૈયાઓ આજે રાત્રે ધૂમ મચાવશે ૨૦૧૮ના વર્ષને વિદાય આપી નવા વર્ષ ૨૦૧૯ને આવકારવા અનેક પાર્ટીપ્લોટ, ફાર્મ હાઉસ, હોટલોમાં રંગારંગ આયોજના થયા છે. રાત્રે ૧૨ના ટકોરે આતશબાજી સાથે નવા વર્ષને વેલકમ કરાશે ડાન્સ, ડાઈન અને વાઈન સાથે યુવાધન મોજમસ્તી કરશે. તોબીજી તરફ ખ્રિસ્તી દેવળોમાં ખ્રિસ્તીઓ સમુહ પ્રાર્થના કરી નવા વર્ષને આવકારશે.

આજે આખો દિવસ ન્યુયરની પાર્ટી તો વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો ઠેર ઠેર યોજાશે. રાજકોટ ઉપરાંત જૂનાગઢ, જામનગર, દિવ, સહિતના શહેરોમાં સહેલાણીઓ જાહેર સ્થળોએ ફરવા માટે ઉમટીપડશે.

જે રીતે હિન્દુ પરંપરામાં દિવાળી પછી નૂતનવર્ષ ઉજવાઈ છે. તે રીતે વિશ્વભરમાં અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ૩૧ ડિસેમ્બરે અંતિમ દિવસ ગણાય છે. આથી લોકો ન્યુ યરને આવકારવા થર્ટી ફર્સ્ટની પાર્ટી માણે છે.

રાજકોટના લોકો માટે કોઈ ઉત્સવની ઉજવણી ખાણી પીણી વિના અધુરી રહે છે. ત્યારે આજે સાંજ પડતાની સાથે જ રાજકોટીયન્સ હોટેલો, કલબ હાઉસમાં ઉમટી પડશે. માત્ર ૪ થી ૫ કલાકની અંદર જ લાખો રૂપીયાની કેક, આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંકસનો વેપારીઓ ધીકતો ધંધો કરશે.

આવી જ રીતે પાણીપુરીની રેકડીથી લઈ પંજાબી, ચાઈનીઝ, પીત્ઝાના રેસ્ટોરન્ટમાં ચટ્ટપટ્ટી વાનગીઓ આરોગી થર્ટી ફર્સ્ટનો જલ્સો કરશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ હોટેલો, ફાર્મ હાઉસ, કલબોમાં ફેન્ડસની સાથે કેન્ડલ લાઈટ ડિનરનું આકર્ષણ મુખ્ય રહેશે જો કે ફરવા લાયક સ્થળો પર ઘણા ઉત્સવપ્રેમીઓ પરિવારજનો બાળકો સાથે ઉમટી પડશે.

મેગા સીટીમાં થતા થર્ટી ફર્સ્ટના જલ્સાની જેમ રાજકોટની હાઈફાઈ હોટેલોમાં પણ ડાન્સ, ડાઈન વાઈન સાથે યુવાધન રંગત જમાવશે અને ફેન્ડસ સાથે દારૂની મહેફીલ માણશે.સૌરાષ્ટ્રનામોટા શહેરોમાં જાણે રાત પડશે ને દિવસ ઉગશે એવો માહોલ સર્જાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.