Abtak Media Google News

નાના ટોલ પ્લાઝા ઉભા કરવાની મંજુરીનો મામલો સુપ્રીમ સુધી પહોંચ્યો

દેશભરમાં ધોરી માર્ગ પરિવહન સેવા સુદઢ બનાવવા માટે કાર્યરત નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાને આ વધારાના ટોલ પ્લાઝા ઉભા કરવાની મનાઇ ફરમાવતા એન.એચ. એ.આઇ. આ મુદ્દે દિલ્હી હાઇકોર્ટના નન્યા સામે સુપ્રીમના દ્વાર ખટખટાવ્યા છે.

દિલ્હી હાઇકોર્ટે હાઇવે પ્રોજેકટની મુળભુત શરતોને આધીન નવા ટોલ પ્લાઝા ઉભા કરવા સામે ઇન્કાર કરતા હાઇવે પ્રોજેકટ હાથ પર લેનારા કોન્ટ્રાકટરો અને નેશનલ હાઇવે ઓર્થો. ઓફ ઇન્ડીયા પર એક નિશ્ર્ચિત મર્યાદીત ન્યિંત્રણ મુકાય જે એન.એચ.એ. આઇ. નવા ટોલ પ્લાઝા ઉભા કરવાના મુદ્દે ન્યાય માટે સુપ્રિમના દરવાજા ખખડાવી રહ્યું છે.

એન.એચ.એ.આઇ. ટીબ્યુનલે પોંડીચરી ટિંડીવનમ નેશનલ હાઇવે પર વધારાના ટોલ પ્લાઝાને અધ વચ્ચેથી જ વાહનો બહાર નીકળી જતા હોવાથી આવકમાં મોટા ગાબડા પડતા હોવાની ફરીયાદ કરી વધારાની આવક ઉભી કરવા નવો ટોલ પ્લાઝાની જરુરીયાત પર ભાર મુકયો હતો. તેની સામે ટ્રીબ્યુનલે જણાવ્યું હતું કે કોન્ટ્રાકની શરતમાં એક ટોલ પ્લાઝાથી પૈસા ઉધરાવવાની શરતનો મતલબ એવો નથી કે બીજા વધારાના પ્લાઝા ઉભા ન કરી શકાય.

દિલ્હી હાઇકોર્ટે આ તર્ક સામેની અરજી રદ કરી નાંખી હતી. અદાલતનું માનવું હતું કે આવા ચુકાદા સમગ્ર દેશમાં અવળી અસર ઉભી કરનારી શકે  અને કોન્ટ્રાકટરોને ધોરી માર્ગના રસ્તાઓ ઉપર વધુ ટોલ પ્લાઝા ઉભા કરીને દિલ્હી હાઇકોર્ટના આ નિર્ણય સામે એન.એચ.એ.આઇ. ટોલ કલેકશન પોઇન્ટ ઉભા કરવા માટે સુપ્રિમ કોર્ટના દ્વારે પહોચ્યું છે.

સુત્રોએ જણાવ્યા મુજબ જો આ મંજુરી આપવામાં આવે તો સમગ્ર દેશમાં હાઇવે પર એન્ટ્રી અને એકઝીટની વર્તમાન વ્યવસ્થામાં એક જ જગ્યાએથી એકઝીટ ટેકસ ઉધરાવવાની પ્રથાના બદલે એકથી વધુ ટોલ પ્લાઝા ઉભો કરવાની દિશામાં કોન્ટ્રાકટરોને મોકળુ મેદાન મુળી જાય તેમ છે એક થી વધુ ટોલ પ્લાઝા ઉભા કરવાની મંજુરી મળે તો દેશમાં મોટાપાયે તેની અસર થાય. વધારાના ટોલમ પ્લાઝાની માંગણી કરનાર અરજદારે એવી માંગણી કરી છે કે દરરોજના મોટી સંખ્યામાં વાહનો મુખ્ય ટોલ પ્લાઝાના એકઝીટ ગટેનો ઉપયોગ  કર્યા વગર જ પસાર થઇ જતા હોવાથી કોન્ટ્રાકટરોને મોટું નુકશાન થાય છે કોન્ટ્રાકટરોએ પોંડીચરી ક્ધિડીવનમ હાઇવે પર વધારાના એકઝીટ ટોલ પ્લાઝા બાંધવાની માંગણી કરી છે. કેમ કે મોટાભાગના વાહનો એકઝીટ ગેટમાં થી પસાર થતાં નથી આ કારણે ડીસે. ૨૦૧૪ સુધીમાં ૧૮.૩ કરોડ રૂપિયાની નુકશાની કરી હતી. કોઇપણ એક એકઝીટની જ જોગવાઇ પર મકકમ રહી વધારાના ટોલ પ્લાઝાની તંત્રએ મંજુરી ન આપતા ખાનગી હાઇવે કોન્ટ્રાકટરે દલીલ કરી હતી. કે કાયદામાં કોઇ એવી જોગવાઇ નથી કે એમાં કોઇ વધારાનો એકઝીટ ઉભા કરવાની મનાઇ હોય. ૨૦૧૮માં મુદ્દો ઉભો થયો હતો કોમપ્યુટર પ્રોગ્રામમાં એક વાહન પાસેથી લેનાર ટેકસ લેવાની જોગવાઇ જ નથી. એક વાહન પાસેથી એક જ વાર ફી ઉધારાવાય છે સાથે સાથે ખાનગી કોન્ટ્રાકટરોને વધારાના ટોલ પ્લાઝા માટે વધારાના ૯.૨ કરોડ રૂ ની પણ માંગ કરી હતી. દિલ્હી હાઇકોર્ટઆ માંગનો અસ્વીકાર કર્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટમાં જવા સિવાય પક્ષકારો પાસે કોઇ વિકલ્પ રહ્યો ન હતો. ૬૦ કીમીના અંતરમાં  બે ટોક પ્લાઝાથી વાહનોને રોકવાની બાબત યોગ્ય છે કે કેમ તેના પર નિર્ણય લેવાશે આ મુદ્દે સુપ્રિમ કોર્ટ હવે નકકી કરવાનું રહ્યું કે વધારાનું ટોલ બુથ આપવું કે નહીં?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.