Abtak Media Google News

જૂની પેન્શન સહિતના પડતર પ્રશ્નોને લઈને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શનિવારના રોજ પદયાત્રા કરી મહાપંચાયત યોજવાનું નક્કી કરાયું છે. પદયાત્રામાં રાજ્યના એક લાખ જેટલા શિક્ષકો જોડાશે. આ કાર્યક્રમ સમયે રાજ્યના 11 સ્થળો પર મહાપંચાયતોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત પદયાત્રા તથા મહાપંચાયત રાજ્યના મહેસાણા, હિંમતનગર, ગોધરા, વડોદરા, ખેડા, નવસારી, સુરત, ભાવનગર, જૂનાગઢ, દ્વારકા, મોરબીમાં યોજાશે.જૂની પેન્શન સહિતના પડતર પ્રશ્નોને લઈને હજુ સુધી ઠરાવ કરવામાં આવ્યો ન હોવાથી શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

બદલી કેમ્પો સત્વરે યોજાવા બાબત, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક કર્મચારીઓને શાળા બદલીનો લાભ મળે તે માટે સમિતિની રચના સહિતના પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન

જેમાં પ્રથમ તબક્કાના આંદોલન પછી પણ ઉકેલ ન આવતાં તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે એ હેતુ સર ઠરાવ પસાર કરી સર્વાનુમતે 9 ડિસેમ્બરના રોજ પદયાત્રા કરી મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય, મુખ્ય શિક્ષક એચટાટ સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નો, મહાનગર પાલિકાના પડતર પ્રશ્નો વાર્તાલાપ કરી નિકાલ ન આવે તો 9 ડિસેમ્બરના રોજ ગુજરાતના વિવિધ સ્થળો પર શિક્ષકો કર્મચારીઓ પદયાત્રા કરી વડાપ્રધાન, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, મુખ્ય સચિવને જિલ્લા કલેક્ટરના માધ્યમથી આવેદનપત્રો આપવામાં આવશે.

આ પદયાત્રામાં રાજ્યના એક લાખ જેટલા શિક્ષકો જોડાશે અને રાજ્યના 11 સ્થળો પર મહાપંચાયતોનું પણ આયોજન કરાશે. વિવિધ સંવર્ગના પ્રશ્નોની મુખ્યત્વે ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવી, એચટાટ મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો અને બદલી કેમ્પો સત્વરે યોજાવા બાબત, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક કર્મચારીઓને શાળા બદલીનો લાભ મળે તે માટે સમિતિની રચના સહિતના પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.