Abtak Media Google News
  • રાજ્યની સરકારી શાળાઓમા ગ્રંથપાલની 16 જગ્યાઓ હજુ સુધી ખાલીખમ

વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, જેમાં વિપક્ષ દ્વારા સરકારને વિવિધ સવાલો પણ કરવામાં આવી રહ્યાં છે. જેમાં મહત્વપૂર્ણ વિગતો ધ્યાને આવી કે, સરકારી અને બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની 13013 જગ્યા ખાલી છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો હતો કે, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2344 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. બિન સરકારી અનુદાનીત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 10,669 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.

સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં 671 જ્ઞાન સહાયકોની ભરતી કરી છે. જ્યારે બિન સરકારી અનુદાનીત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રથમ તબક્કાની 3469 જ્ઞાન સહાયકોની ભરતી કરાઈ છે. વધુમાં કહ્યું કે, બીજા તબક્કામાં જ્ઞાન સહાયકોની 3071 જગ્યાઓ માટે ભરતી પૂર્ણ કરાઈ છે.

ધારાસભ્ય હેમંત ખવાના સવાલ પર સરકારે ગ્રંથપાલની ખાલી જગ્યા અંગેનો જવાબ આપ્યો હતો કે, રાજ્યની સરકારી શાળાઓમા ગ્રંથપાલની 16 જગ્યાઓ ખાલી છે. 6 જગ્યાઓ સરકારી શાળાઓમા ગ્રંથપાલની ભરાયેલ હોવાનો પણ જણાવ્યું હતું. સાથો સાથ વહીવટી અનુકૂળતાએ જગ્યા ભરવાનો લેખિતમાં જવાબ આપ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.