Abtak Media Google News

કોઈ પણ રાષ્ટ્રની મહાનતા અને તેની નૈતિક પ્રગતિનો આધાર તે દેશના લોકોની પ્રાણીઓ સાથેની વર્તણુક દ્વારા નક્કી કરી શકાય છે.  મહાત્મા ગાંધી 

જેવી રીતે માણસ બીમાર થાય છે ત્યારે ડોક્ટર પાસે જાય છે એવી જ રીતે પ્રાણીઓ માટે જે ચિકિત્સા વ્યવસ્થા કરવામાં આવે છે તેને વેટરીનરી કહે છે. ઘવાયેલા કે બીમાર પશુ  પક્ષી, પ્રાણીઓની ચિકિત્સાને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે વેટરીનરી ડે સેલીબ્રેટ કરવામાં આવે છે. જે ડોક્ટર્સ આ જીવોની ચિકિત્સા કરે છે તેમને વેટરનર્સ કહેવામાં આવે છે. વિશ્વમાં જુદા જુદા સ્થાનો પર આવા વેટરનર્સને ટ્રેનિંગ આપવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટસ પણ છે. વેટરનર્સ દરરોજ કોઈ ને કોઈ નવી સમસ્યાઓનો સામનો કરતા રહે છે એ વાત સમજી શકાય એમ છે કે ટ્રીટમેન્ટમાં માણસ જેટલી શાંતિ અને સમજદારીથી સહયોગ કરે છે એટલી જ સહજતાથી પ્રાણીઓ સહયોગ કરી શકતા નથી માટે આ કાર્ય ઘણું અઘરું બની જાય છે. અહીં જયારે પેટ એનીમ્લ્સની વાત કરીએ તો એ ઘણા સમજદાર હોય છે. કોઈ પણ ફેમીલીમાં લોકો એમને એક ફેમીલી મેમ્બર તરીકે ટ્રીટ કરે છે, એક બાળકની જેમ પેટને મેનર્સથી લઈને બધી જ વસ્તુઓ શીખવવામાં આવે છે પરિણામે તે કોઈ પણ વસ્તુ સમજવા માટે વધુ સંવેદનશીલ બને છે છતા પણ એમનું ધ્યાન રાખવા માટે તો ઘણા લોકો હોય છે પરંતુ જે રસ્તે રઝળતા પ્રાણીઓ છે એમની સુરક્ષા કરવા હેતુ કોઈ નથી હોતું. વિશ્વ આખું જયારે મહામારીનો સામનો કરી રહ્યો છે, હોસ્પિટલની બહાર માણસનું જીવન બચાવવા માટે એમ્બુલન્સની લાઈનો લાગી છે, મનુષ્યનું જીવન બચાવવા માટે ઓક્સિજન

2 1કેજેએલજ

ખૂટી પડ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં પશુ  પક્ષીઓના જીવન વિશે તો કોણ વિચારે ? જો કે આ પરિસ્થતિમાં પણ ઘણી નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઈઝેશન અને પશુ ચિકિત્સકો પણ કોવિડ વોરીયર્સ સાબિત થયા છે. જે પશુ  પક્ષી રક્ષા સાથે સંકળાયેલી છે પરંતુ આટલું પુરતું નથી. જો માત્ર એક પ્રાણી, કુતરાની વાત કરીએ તો આજે શેરીએ શેરીએ કુતરા છે એક શેરીમાં આશરે 5 કુતરાઓ હોય છે ત્યારે આવી તો કેટલી શેરી, કેટલા વિસ્તાર, કેટલા શહેર ઉપરાંત કેટલાય પ્રાણીઓ સર્વ નું રક્ષણ કરવા માટે આવી સંસ્થાઓ ખૂણે ખૂણે પહોચી શકતી નથી માટે ઈશ્વરની ભેટ સમા આ પશુ-પક્ષીઓ સ્વરૂપી કુદરતની રક્ષા કરવાની જવાબદારી આપણી પોતાની સમજીને તેમનું ધ્યાન રાખીએ. આપણા પૂર્વજો પણ કહી ગયા છે કે પહેલી રોટલી ગાયની, બીજી કૂતરાની તેની પાછળ પણ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે, સહજીવનનાં સિદ્ધાંત મુજબ સૃષ્ટિના તમામ જીવ એકમેક પર આધારિત છે જો આપણે અન્ય જીવોનું ધ્યાન રાખીશું તો એ પણ આપણું રક્ષણ અવશ્ય કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.