Abtak Media Google News

ધર્મસ્થાનકોમાં પ્રાર્થના, પ્રવચનો, પૌષધ, પ્રતિક્રમણ સહિતના ધાર્મિક આયોજનો

એક વષેમાં કુલ ૨૪ આઠમ તા ૨૪ પાખી આવે છે તેમાં ત્રણ ચૌમાસી પાખી આવે.એકદમ સરળ ભાષામાં કહીએ તો ચાર મહીને જે આવે તે ચૌમાસી પાખી. અષાઢ સુદ પૂનમ,કારતક સુદ પૂનમ તા ફાગણ સુદ પૂનમ આ ત્રણની મોટી પાખીમાં ગણના ાય છે. જ્ઞાની ભગવંતોએ પવેનું અનેરૂ મહત્વ બતાવ્યું છે.કોઈ પણ જીવાત્માના આયુષ્યનો બંધ તેના કુલ આયુષ્યના ત્રીજા ભાગે પડે છે.જીવનું આયુષ્ય કેટલું છે તે છદ્મસ્ો એટલે કે આપણે અજ્ઞાનીઓ જાણી શકતાં ની,પરંતુ જ્ઞાનીઓની ગણતરી મુજબ પ્રાય : કરીને આયુષ્યનો બંધ પવેના દિવસોમાં પડે છે.એટલે કે બીજ,પાંચમ,આઠમ,અગિયારસ,ચૌદશ અને પૂનમ.અનુભવીઓ આ દિવસોને ભારે દિવસો પણ કહે છે.

ચૌમાસી પાખીના પવિત્ર દિવસોમાં વધારેમાં વધારે સમય ધમે ધ્યાનમાં રત રહેવું, આતે ધ્યાન – રોદ્ર ધ્યાની આત્માને દૂર રાખવો.શુભ ભાવમાં આયુષ્યનો બંધ પડે તો શુભ ગતિનું આયુષ્ય બંધાય. ચૌમાસી પાખીના પાવન દિવસે અનેક હળુ કર્મી આત્માઓ પરીપૂણે પૌષધ કરશે,તપસ્વીઓ ઉપવાસ, આયંબિલ જેવા નાના – મોટા તપી આત્માને ભાવિત કરશે.દરેક ભાગ્યશાળીઓ અનુકૂળતા મુજબ પ્રોના,પ્રવચન-પ્રતિક્રમણ,પૌષધમાં જોડાઈ આત્માને કમેી હળવો ફૂલ બનાવશે.

ચાતુર્માસ પૂર્ણિમાનો દિવસ એટલે મહા પુરુષ લોકાશાહ જન્મ જયંતી દિવસ.આ એક એવું વિરલ વ્યક્તિત્વ કે સાચા એમાં જૈન સમાજના શાહ અને ધમેવીર બન્યાં.લોકાશાહના પિતાનો વ્યવસાય ઝવરીનો.તેઓના હસ્તાક્ષર મોતીના દાણા જેવા સુંદર અને મરોડદાર તેમજ તેઓની યાદ શકિત શાપે અને પાવરફૂલ.તેઓનું જીવન એકદમ સાદુ અને વિચારો એકદમ ઉચ્ચ હતાં.

ભગવાન મહાવીર પછી લગભગ એક દાયકા ઉપરાંત નો દુકાળ પડ્યો.સાધુ – સાધ્વીજીઓને ગોચરી મળવી મુશ્કેલ બની ગઈ.મરના મંજુર પણ દોષ લગાના મંજૂર નહીં… એ ઉકિ અનુસાર અનેક મહાપુરુષોએ સંારા કર્યા.તો અમુક વગેમાં ધીમે – ધીમે શિલિતા આવવા લાગી.એ સમયમાં જૈન સાધુ યતિજી તરીકે પણ ઓળખાતા.એક વખત લોકાશાહ પોતાના ઘરે લેખન કાયે કરી રહ્યાં હતાં તે સમયે એક યતિજી ભિક્ષાચરી માટે પધાર્યા તેઓ લોકાશાહના અક્ષર નિહાળી આશ્ચર્યચકિત ઈ ગયાં અને કહ્યું ” શાહ ! મારુ એક કાયે કરી આપશો ? આપના અક્ષર ખૂબ જ સુંદર છે તો મારી પાસે શાોની હસ્તલિખિત પ્રતો છે તે જિણે ઈ ગઇ છે,આ પ્રતો ખૂબ જ ઉપયોગી છે તમો તે ફરીી લખી આપશો ?લોકાશાહે કહ્યું મારા એવા અહો ભાગ્ય કયાંી કે શ્રુત સેવાનો મહાન લાભ મને મળે.યતિજીએ શાોની પ્રતો લોકાશાને લેખન માટે આપી.આગમોનું લેખન કાયે કરતા જ લોકાશાહ ચિંતને ચડ્યા.પ્રભુનો માગે તો કેવો નિરાળો છે અને અત્યારે પ્રભુના માગેી વિપરીત પ્રવૃત્તિઓ ઈ રહી છે.ધમેના નામે દંભ,આડંબર,આરંભ – સમારંભ અને શિલિતા આવી ગઇ છે.લોકાશાહે મનોમન દ્રઢ સંકલ્પ કર્યો કે સત્ય વાત મારે લોકોને જણાવવી જ જોઈએ. આવા વિચારી તેણે શાોની બે – બે નકલ લખવાનું ચાલુ કર્યુ, એક કોપી યતિજી માટે અને બીજી પોતાના અભ્યાસ માટે.

ધમેવીર લોકાશાહે અનેક યુવાનોને તૈયાર કર્યા એટલું જ નહીં પરંતુ લાખો લોકો તેનું અનુકરણ કરવા લાગ્યાં.એવું કહેવાય છે કે વિરોધી લોકો દ્રારા  વીર લોકાશાહને ભોજનમાં ઝેર આપવામાં આવ્યું અને તેનું આયુષ્ય પુરુ યું. છેલ્લા શ્ર્વાસોશ્ર્વાસ સુધી વીર યોધ્ધાની માફક લોકાશાહે તીઁકર ભગવંતનો સાચો રાહ લોકોને બતાવ્યો.ધમેવીર લોકાશાહે તીઁકર પરમાત્માના શાો અને સિધ્ધાંતોના સહારે જબરદસ્ત અકલ્પનિય ક્રાંતિ કરી.ક્રાંતિ એટલે ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ કાયે કરવા તેમ નહીં પરંતુ તીઁકર ભગવંતોની જિનવાણી દ્રારા ચતુર્વિધ સંઘને જાગૃત કરવો તેને સાચા એમાં ક્રાંતિ કરી કહેવાય. જિન શાસનમાં જાગૃતિનું આ કાયે લોકાશાહે સુપેરે પાર પાડ્યું.

ચાતુર્માસ પૂર્ણિમાના પાવન એવમ્ પવિત્ર દિવસે વીર લોકાશાહના ઉપકારોનું સ્મરણ કરીએ અને તીઁકર પરમાત્માના માર્ગે ચાલવાનો યત્કિંચીત પ્રયત્ન કરીએ.

ચાતુર્માસ પાખીનો દિવસ એટલે પૂ.સંત -સતિજીઓ તા શ્રાવક – શ્રાવિકાઓ અરસ – પરસ ક્ષમાયાચના કરે કે ચાર મહિના કોઈને જાણતા – અજાણતા મન,વચન કે કાયા દુ:ખ પહોંચ્યુ હોય તો ખમત્ત ખામણા…મિચ્છામિ દુકકડમ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.