Abtak Media Google News

રાજકોટના નામની જાહેરાતની પ્રબળ સંભાવના

કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટસિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ બે રાઉન્ડમાં જે શહેરોને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવામાં આવશે તેના નામોની જાહેરાત કરાઈ છે. તેમાં રાજકોટ શહેરનો સમાવેશ થયો નથી. દરમિયાન આવતીકાલે શહેરી વિકાસ દ્વારા વધુ ૨૦ સ્માર્ટ સીટીની જાહેરાત કરવામાં આવશે. આજે બપોરે મ્યુ.કમિશનર બંછાનિધી પાની અચાનક દિલ્હી ઉપડી જતા રાજકોટની સ્માર્ટસિટી તરીકે જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.

સ્માર્ટ સિટી તરીકે જાહેર થનાર શહેરોને રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષે કરોડો ‚પિયાની ગ્રાન્ટ વિકાસ કામ માટે ફાળવવામાં આવશે. અગાઉ બે વખત રાજકોટ મહાપાલિકા દ્વારા સ્માર્ટ સિટી માટેની દરખાસ્ત કેન્દ્ર સરકાર સમક્ષ રજુ કરવામાં આવી હોવા છતાં રાજકોટના પસંદગી થઈ ન હતી.

દરમિયાન આવતીકાલે જે ૫૧ શહેરોમાંથી ૨૦ શહેરોના નામની જાહેરાત સ્માર્ટ સીટી માટે થવાની છે તેમાં રાજકોટનો સમાવેશ થવાની પ્રબળ સંભાવના જણાઈ રહી છે. આજે બપોરે મ્યુ.કમિશનર બંછાનિધી પાની અચાનક રાજધાની દિલ્હી ખાતે ઉપડી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.