Abtak Media Google News

મિલકત હરરાજી ફાઈલ પર હસ્તાક્ષર કરતા મ્યુનિ.કમિશનર

વર્ષોી વેરા પેટે ફદીયુ પણ જમા નહીં કરાવનાર રીઢા બાકીદારોની મિલકતોની જાહેર હરરાજી કરવા માટેની પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ૧૨ મિલકતો હરરાજી કરવાની ફાઈલ પર આજે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ હસ્તાક્ષર કરી દીધા છે. હરરાજીની તારીખ અને સમય હવે પછી જાહેર કરવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ ગોંડલ રોડ પર રાકેશભાઈ વિનોદભાઈ લાખાણીની માલીકીની સીવાલીક-૫માં ર્ડ ફલોર પર આવેલી મિલકત શ્રી આગ્રા એન્જીનીયરીંગ કોર્પોરેશનની સીવાલીક-૫માં આવેલી મિલકત, રજપૂત પરામાં આકાશ કોમ્પ્લેક્ષમાં સેક્ધડ ફલોર પર, મધુબેન પ્રાણલાલ દેસાઈની ત્રણ મિલકતો, વિજય પ્લોટ શેરી નં.૪માં કાનજીભાઈ ભીખાભાઈ ચાવડા નામના આસામીની ચાવડા નિવાસ નામની મિલકત, યાજ્ઞીક રોડ પર પરફેકટ પોઈન્ટના સેક્ધડ ફલોર પર શ્રી આન ક્રિએશન પાર્ટનર નિતીનભાઈ રાયચુરાની સેક્ધડ ફલોર પર આવેલી દુકાન નં.૩ અને ફર્સ્ટ ફલોર પર આવેલી દુકાન નં.૧૦૭, રામનાપરામાં હુસેની ચોકમાં લાલારખા કેશરભાઈ કુરેશી નામના આસામીની મિલકત, સીતારામ પંડિત માર્ગ પર આદિના કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં શ્રી આદિના કો-ઓપરેટીવ સોસાયટી, ચૈતલ્ય બિલ્ડરની ગ્રાઉન્ડ ફલોર પર આવેલી મિલકત, ગોંડલ રોડ પર ર્આકિ ભવનમાં ર્ડ ફલોર પર આવેલી શ્રી જલારામ એસ્ટેટની પ્રા.લી.ની બે મિલકત અને પ્રહલાદ પ્લોટમાં ગોવર્ધનભાઈ ખોડીદાસ શીંગાળાની મઢુલી નામની મિલકતની જાહેર હરરાજી કરવા માટેની ફાઈલ પર આજે મ્યુનિ.કમિશનરે સાઈન કરી છે.

આ બાકીદારો પાસે વેરા પેટે ‚રૂ .૭૪,૫૮૮ થી  ‚રૂ .૪.૦૮ લાખનો વેરો બાકી નીકળે છે. હાલ વ્યાજ માફી યોજના ચાલી રહી છે. સાો સા સીલીંગ અને જાહેર હરરાજીની પ્રક્રિયા પણ શ‚ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.