Abtak Media Google News

એક સપ્તાહમાં આઠ લોકોને રેઢીયાળ ઢોરે અડફેટે લીધા

અબતક, શબનક ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાં રખડતા ભટકતા ઢોરનો દિન પ્રતિદિન અસંખ્ય ત્રાસ વધતો જઈ રહ્યો છે ત્યારે નિર્દોષ લોકોને અડફેટે લઈ અને જાહેર માર્ગોઉપર પછાડી અને ઘાયલ કરતા હોવાની અનેક ફરિયાદો હાલમાં અઠવાડિયામાં સામે આવી છે ત્યારે એક જ સપ્તાહમાં સાતથી વધુ લોકોને ઘાયલ કર્યા હોવાનું હાલમાં જાણવા મળ્યું છે ત્યારે ઘાયલ કરે થયેલા લોકો દ્વારા અનેકવાર મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સુરેન્દ્રનગર શહેરની વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા નિષ્ફળ હોવાનું ઇજાગ્રસ્ત લોકોમાંથી જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં હજુ રખડતાં ભટકતાં ઢોર પકડવાની બદલે જાહેરનામું પ્રસિદ્ધ કરી અને કાર્યવાહી કરવા માટેના હાથ ઊંચા કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી અને લોકોને ગુમરાહ કરવાનું કામ થઇ રહ્યું હોવાનું હાલમાં ઇજાગ્રસ્ત લોકો જણાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેર માં ભષ હોસ્પિટલ થી આગળ રેસ્ટ હાઉસ ચોક ની પાસે સુરેન્દ્રનગર શહેરના ના અખબારી વ્યવસાય કરતા હર્ષદભાઈ મનુભાઈ સાઇકલ લઈ અને જઈ રહ્યા હતા ત્યારે બે આખલાઓ ના યુદ્ધમાં હડફેટે લેતા પગી અને ઢીંચણ ઉપર ઈજા થવા પામી હતી ત્યારે તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર શહેરની ભષ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટર રિયાઝ પરમાર દ્વારા સારવાર આપવામાં આવી હતી અને ઈન્જેક્શન મારી અને દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે આ રખડતાં ભટકતાં લાવવાનો અસહ્ય ત્રાસ હોવાના કારણે નિર્દોષ લોકોને દિવસમાં 15 જેટલા લોકોને પછાડે છે અને અડફેટે પણ જોઈએ છે ટ્રાફિકને પણ અડચણરૂપ બને છે આમ છતાં પણ આવા રખડતા ભટકતા ઢોર સામે કોઈ પ્રકારની નગરપાલિકા દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા ઈજા ગ્રસ્ત લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.