Abtak Media Google News

રાજયની આખરી મતદાર યાદી પ્રસિધ્ધ: વિધાનસભાની ચૂંટણી કરતા ૪.૪૬ લાખ મતદારો વધ્યા

ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા મત વિભાગની મતદાર યાદી માટે તા. ૧ જાન્યુઆરી-૨૦૧૮ની લાયકાતની તારીખના સદર્ભમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા માટેનો એક કાર્યક્રમ જાહેર કરાયો હતો. ત્યાર બાદ મતદાર તરફી રજૂ કરવામાં આવેલા હક્ક-દાવા અને વાંધા અરજીઓના નિકાલ બાદ રાજ્યમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગની પ્રસિદ્ધિ કરવામાં આવેલી આખરી મતદાર યાદીમાં મતદારોની સંખ્યામાં ૪.૪૬ લાખનો વધારો જોવા મળ્યો હોવાનું રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલીક્રિશ્નાએ જણાવ્યું છે.

ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તા.૧૪/૦૫/૨૦૧૮ના રોજ તા.૧ જાન્યુઆરી-૨૦૧૮ની લાયકાતની તારીખના સદર્ભમાં મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તદઅનુસાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૭ દરમિયાન રાજ્યમાં જે ૨,૨૬,૫૩,૩૬૮ પુરષ મતદારો નોંધાયા હતા. તેમાં ૨,૨૬,૪૮૮નો વધારો થતા આખરી મતદાર યાદીમાં કુલ ૨,૨૮,૭૯,૮૫૬ પુરૂષ મતદારો નોંધાયેલા છે. આ જ રીતે વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન  રાજ્યમાં ૨,૦૮,૭૪,૪૫૦ થી મતદારો નોંધાયા હતા. જેમાં ૨,૨૦,૩૭૭નો વધારો થતાં નવી મતદાર યાદીમાં કુલ થી મતદારો ૨,૧૦,૯૪,૮૨૭ નોંધાયેલા છે. આ ઉપરાંત ત્રીજી જાતિના જે ૭૦૨ ઉમેદવારો હતા તેમાં ૧૦૮નો વધારો તા કુલ ત્રીજી જાતિના ૮૧૦ ઉમેદવારો થયા છે. આમ, સમગ્રતયા જોઇએ તો વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાં ૪,૩૫,૨૮,૫૨૦ મતદારો નોંધાયેલા હતાં તેમાં ૪,૪૬,૯૭૩નો વધારો તાં રાજ્યમાં કુલ ૪,૩૯,૭૫,૪૯૩ મતદારો નોંધાયેલા છે.

વર્ષ-૨૦૧૮ની મતદાર યાદીમાં હવે કુલ ૮,૫૨,૨૭૯ મતદારો ૧૮ થી ૧૯ વર્ષની ઉંમરના નોંધાયેલા છે. જ્યારે ૮૦ વર્ષી મોટી ઉંમરના કુલ ૭,૧૫,૧૮૭ મતદારો નોંધાયા છે. આમ, રાજ્યભરમાં કુલ નોંધાયેલા મતદારો પૈકી ૨ ટકા જેટલા મતદારો ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, મતદાર યાદીમાં નોંધાયેલા કુલ મતદારો પૈકી ૯૯.૯૯ ટકા મતદારોની ઇમેજ-ફોટોગ્રાફ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવી છે. તેમજ ૯૯.૯૯ ટકા મતદારોને ચૂંટણી તંત્ર તરફી મતદાર ફોટો ઓળખકાર્ડ આપી દેવામાં આવ્યા છે.

આ આખરી પ્રસિદ્ધ યેલ મતદાર યાદીમાં સુધારા વધારા કરાવવા માટે સતત સુધારણા (continuous Revision) કાર્યક્રમ અંતર્ગત નિયત નમૂનામાં ફોર્મમાં તા.૧૫/૦૫/૨૦૧૮ના રોજી સંબંધિત મતદાર નોંધણી અધિકારીને મતદાર અરજી કરી શકે છે. તા.૦૧/૦૧/૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં તૈયાર યેલ મતદાર યાદીના આધારે આગામી ચૂંટણીઓ યોજવામાં આવનાર છે. જેથી તમામ લાયક નાગરિકોને તેમને મતાધિકાર મળી રહે તે માટે મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોય તે અત્યંત આવશ્યક છે. આમ, આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ પૂર્વે રાજ્યની મતદાર યાદી સંપૂર્ણ અને ક્ષતિરહિત તૈયાર થાય તે માટે ચૂંટણી તંત્રને સહકાર મળી રહે તે માટે જાહેર જનતાને અપીલ પણ કરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.