Abtak Media Google News

દિવાળીના વેકેશનમાં માત્ર 600 સહેલાણીઓ આવ્યા: નવી બે  ચેક પોષ્ટ શરૂ કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં આવેલા સુપ્રસિધ્ધ ઘુડખર અભ્યારણ્ય કોરોના કાળમાં બે વર્ષ બંધ રહ્યા બાદ તાજેતરમાં પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયેલ છે. અગાઉની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓ ઘટયા હોવાનું જાણવા મળે છે. ફોરેસ્ટ વિભાગે પ્રવાસીઓની સુવિધા માટે બે નવી ચેકપોસ્ટ શરૂ કરવાની સાથે ગાઈડની સેવા પણ ઉપલબ્ધ કરનાવેલ છે.આ અંગેની વધુ વિગત એવી છે કેકચ્છના નાના રણમાં 5000 ચો.કી મીના એરીયામા ફેલાયેલા વિશ્વ પ્રસિધ્ધ ઘુડખર અભ્યારણ્યમાં છ હજારથી વધારે ઘુડખરો વસવાટ કરે છે.

Advertisement

આ દુર્લભ પ્રાણીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે રણસફારીની મોજ માણતા હોય છે. પરંતુ બે વર્ષના કોરોના કાળબાદ તાજેતરમાં ખુલ્લા મુકાયેલા આ અભ્યારણ્યમાં દિવાળીના અઠવાડીયામાં અંદાજે 600 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. દર વર્ષ કરતા પ્રવાસીઓની આ સંખ્યા ઓછી હોવાનું જાણકારોનુ માનવુ છે કોરોનાના ડરથી પ્રવાસીઓ ઘટયા હોવાનું મનાય છે.

આ બાબતે બજાણા આર.એફ.ઓ. અનિલભાઈ રાઠવાએ જણાવેલ છે કે, કોઈ પ્રવાસી પરમીટ લીધા વિના રણમાં જાય નહિ, અને કેટલા પ્રવાસીઓ રણમાં ગયા છે તેની માહિતી ઉપલબ્ધ રહે તે માટે આ વર્ષે ચાલુ બજાણા ચેક પોસ્ટ ઉપરાંત ખારાઘોડા અને જૈનાબાદમાં પણ પ્રવાસીઓને ગાઈડની જરૂર હોય તો નિયત ફી ભરવાથી ગાઈડની સેવા પણ ઉપલબ્ધ કરાવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.