Abtak Media Google News

૨૧૬ બાળ વૈજ્ઞાનિકોએ કૌશલ્ય વર્ધક વર્કિંગ મોડેલ્સ રજૂ કર્યા.

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ડાયેટ રાજકોટ દ્વારા આયોજીત બે દિવસીય શહેર કક્ષાના વિજ્ઞાન ગણીત પ્રદર્શન ૨૦૧૮નું ભવ્યાતિભવ્ય સમાપન કરવામાં આવ્યું હતુ બે દિવસના પ્રદર્શનના ૨૧૬ બાળ વૈજ્ઞાનિકોએ કૌશલ્ય વર્ધક વર્કિંગ મોડેલ્સ રજૂ કર્યા હતા. બે દિવસમાં ૧૦૦૦૦થી વધુ છાત્રોએ પ્રદર્શન નિહાળી પ્રેરણા મેળવી હતી.

Advertisement

સમાપન સમારોહમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રમુખ શહેર ભાજપ ભીખાભાઈ વસોયા શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર વા. ચેરમેન અલ્કાબેન કામદાર, સદસ્ય ધિરજભાઈ મુંગરા, ભાવેશભાઈ દેથરીયા, ભારતીબેન રાવલ, મુકેશભાઈ મહેતા, શાસનાધિકારી ડી.બી. પંડયા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને બાળ વૈજ્ઞાનિકોને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સર્વ મહેમાનોને વિજ્ઞાનની પુસ્તિકા આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

કુલ ૫ વિભાગોમાં યોજાયેલા આ પ્રદર્શનમાં ડ્રોન, ઓટોમેટીક સ્ટ્રીટ લાઈટ, સેલ ચાર્જરનું મશીન, ઈકો શૌચાલય, પ્રાકૃતિક રંગ બનાવા પ્રકાશ કેમ જોઈ શકાય, ધ્વનિ પ્રદુષણ ઈડીકેટર, અન્ડરગ્રાઉન્ડ કેબલ લાઈટ, મચ્છરના ઉપદ્રવનો કુદરતી ઉપચાર અને તેની અગરબતી ઉંદર પકડવાનું મશીન પ્રાણીઓની ગતિ રોકતી ફલેશ લાઈટ, ફાર્મ એલાર્મ સિસ્ટમ જેવી વિવિધ કૃતિઓ રજૂ કરીને જીવનના પડકારોના ઉપાયો આ વર્કિંગ મોડલ્સ દ્વારા સુચવ્યા હતા.

સમાપન કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત વા. ચેરમેન અલ્કાબેન કામદારે તથા પ્રદર્શન વિષયક વિવિધ માહિતી શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે આપીહતી. પ્રદર્શનમાં ખાનગી શાળાની ૩૧ સરકારી શાળાની ૭૭ મળી કુલ ૧૦૮ કૃતિઓમાં ૨૧૬ બાળ વૈજ્ઞાનિકો, ૧૦૮ ગણિત વિજ્ઞાન શિક્ષકો ઉત્સાહભેર જોડાઈને પ્રદર્શનને સફળ બનાવ્યું હતુ.

સમગ્ર આયોજનની સફળ બનાવવા કે.નિ.ડી.એન.ભુવાત્રાક પુર્વીબેન ઉચાટ તથા યુ.આર.સી. શૈલેષભાઈ ભટ્ટ, સંજયભાઈ ચાવડા તથા દિપકભાઈ સાગઠીયા તથા તમામ સી.આર.સી. તથા વિવિધ સમિતિના કમિટી મેમ્બરો,તેમજ શિક્ષણ સમિતિ કચેરી સ્ટાફ તથા એસ.એસ.એ. સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.