Abtak Media Google News

ચોટીલા શહેરમાં એક કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ કોરોના સંબંધી તંત્રની કામગીરી બાબતે વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે  અસરગ્રસ્ત વિસ્તારમાં વહાલા-દવલાની નીતિ રાખવામાં આવતી હોવાના વેપારીઓનો આક્ષેપો છે. જ્યારે ચોટીલા શહેરમાં પુરુષ ને કોરોના પોઝિટિવ આવ્યા બાદ બે વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યા  છે ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારને  ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા કોરોનાના નિયમો ને લઈને વેપારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે જેમાં ખાંડી પ્લોટ વિસ્તારના અંદાજે ૩૦૦ જેટલા વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો છે

Advertisement

જ્યારે અનેક  વેપારીઓએ જણાવ્યું હતું કે શાસ્ત્રીનગર માં એક કોરોના પોઝિટિવ આવતા ફક્ત ઘરને સીલ કરવામાં આવેલ છે અને  ખાંડી પ્લોટ વિસ્તારમાં એક કેશ આવતા ઘરને બદલે  સમગ્ર વિસ્તાર શીલ કરવામાં આવેલ જે અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે તેવા નારા સાથે વેપારીઓમાં કોરોના વાયરસ બાબતે તંત્ર દ્વારા લેવાતા નિયમોમાં ફેરફારની બાબતે  અસંતોષની લાગણી ઊભી થવા પામી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.