Abtak Media Google News

રોકડ, કાર, બાઇક અને મોબાઇલ મળી રૂા.27 લાખનો મુદામાલ કબ્જે: ગાંધીધામના છ વેપારી રૂા.17.46 લાખના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપાયા

જુગારના 30 સ્થળે દરોડા: 24 મહિલા સહિત 190ની ધરપકડ

બોટાદમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા જુગાર અંગે દરોડો પાડી 24 શખ્સોની કરી ધરપકડ: રાજકોટ શહેરમાં  જુગાર રમતી બે મહિલા સહિત 17 ઝડપાયા

સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રાવણીયા જુગારની મૌસમ પુર બહાર ખીલી છે. પોલીસે 30 સ્થળે જુગાર અંગે દરોડા પાડી 24 મહિલા સહિત 190 શખ્સોની રુા.27 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે. રાજકોટ શહેરમાં ત્રણ સ્થળે જુગાર રમતી બે મહિલા સહિત 17ની ધરપકડ કરાઇ છે. રાજકોટ જિલ્લામાં પાંચ સ્થળેથી 31 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીધામાં હાઇ પ્રોફાઇલ જુગાર કલબ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રુા.17.46 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે. જ્યારે બોટાદમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી જાહેરમાં જુગાર રમતા 24 શખ્સોને સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ઝડપી લીધા છે.રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલા ભવનાથ સોસાયટીમાં રહેતા વિપુલ ઉર્ફે અલ્પેશ હંસરાજ મકવાણાના મકાનમાં જુગાર રમતી બે મહિલા સહિત નવ શખ્સોને રુા.17,290ના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે., રાજકોટ તાલુકાના સરધાર ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રુા.12,450ના મુદામાલ સાથે ધરપકડ કરાઇ છે.ભાવનગર રોડ પર પાયોનિયર ગ્લાસ નામના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને રુા,.4 હજારની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.

રાજકોટ જિલ્લાના પડધરીના દહીસરડા ગામે જાહેરમાં જુગાર રમતા ભીખા પુંજા ચંદ્રાલા સહિત સાત શખ્સો રોકડ અને બાઇક મળી રુા.1.05ના મુદામાલ સાથે ઝડપાયા છે. જામકંડોરણાના નવા ભાદરામાં જાહેરમાં જુગાર રમતા જયેશ દેવસી મણવર સહિત નવ શખ્સોને રુા.19,500ના મુદામાલ સાથે અને ઇન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા ધ્રુવ ભરત બારોટ સહિત પાંચ શખ્સોને રુા.15,950ના મુદામાલ સાથે ઝડપી લીધા છે. કોટડા સાંગાણીમાં જાહેરમાં જુગાર રમતા શની જીતુ સોલંકી સહિત છ શખ્સોને રુા.11,200ના મુદામાલ સાથે કોટડા સાંગાણીમાં જુગાર અંગે પોલીસે બીજો દરોડો પાડી અનિલ અમરશી શેખલીયા સહિત પાંચ શખ્સોને રુા.12,600ના મુદામાલ સાથે ઝડપી લીધા છે. લોધિકાના પીપળીયા પાળ ગામે જુગાર રમતા કાળુ અમરશી ડાભી સહિત ચાર શખ્સોને રુા.12,550ના મુદામાલ સાથે ઝડપી લીધા છે.

ગાંધીધામના મધુબન કોમ્પ્લેક્ષમાં ચાલતી હાઇપ્રોફાઇલ જુગાર કલબ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા સુનિલ શર્મા, ખેમચંદ મારાજ, ભીમા ઠાકોર, દુષ્યંત પરમાર, હિતેશ શ્રીમાળી અને કૌશિક અખીયાણી નામના શખ્સોને રુા.17.43 લાખના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા છે. જ્યારે ગાંધીધામની હાજીપીર હોટલ પાછળ ટ્રાન્સપોર્ટનગરમાં જુગાર રમતા જેસંગ જેમા પરમાર સહિત ચાર શખ્સોને રુા.13,570ના મુદામાલ સાથે અને ભચાઉના સિતારામપુરામાં જુગાર રમતા ગોકળ વેલા કોળી સહિત ચાર શખ્સોને રુા.21,800ના મુદામાલ સાથે ઝડપી લીધા છે.

બોટાદના ગોળ બજાર નદી કાંઠે જાહેરમાં જુગાર રમતા 24 શખ્સોને રુા.1.79 લાખના મુદામાલ સાથે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ઝડપી લીધા છે. જ્યારે બોટાદના ખોડીયારનગરમાં જાહેરમા જુગાર રમતા સોહિલ કાદર ઘાચી સહિત ત્રણ શખ્સોને રુા.11,200ના મુદામાલ સાથે ઝડપી લીધા છે.

જામનગર શહેરના ગોકુલનગર, જિલ્લાના ઝાખર, મેઘપર, ગોરધનપર, જોગવડ અને ખડબામાં જુગાર રમતા 13 મહિલા સહિત 63 શખ્સોની પોલીસે ધરપકડ કરી રુા.2.23 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

મોરબી જિલ્લાના ટંકારા, હળવદ અને મહેન્દ્રનગર સહિત પાંચ સ્થળે જુગાર અંગે પોલીસે દરોડા પાડી નવ મહિલા સહિત 31 શખ્સોને રુા.2.52 લાખના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે.

બોટાદમાં જાહેરમાં ધમધમતી જુગાર ક્લબ પર એસ.એમ.સી.નો દરોડા: 24 શખ્સો પકડાયા

નદી કાંઠે ચાલતું જુગારધામ સ્થાનિક પોલીસના ધ્યાને ન આવ્યું: રૂ.1.79 લાખનો મુદ્ામાલ કબ્જે: ત્રણ ફરાર

બોટાદ શહેરના ગોળ બજાર નજીક નદી કાંઠે જાહેરમાં ધમધમતા જુગારધામ પર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર પંથકના મળી 24 શખ્સોની ધરપકડ કરી રોકડ મોબાઇલ અને ત્રણ વાહન મળી રૂા.1.79 લાખનો મુદ્ામાલ કબ્જે કરી નાશી છૂટેલી ત્રણ શખ્સોની શોધખોળ હાથધરી છે. વધુ વિગત મુજબ બોટાદ શહેરના ગોળ બજાર નજીક નદી કાંઠે જાહેરમાં પી.આઇ. કે.બી.સાંખલાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતો બોટાદનો ઇશ્ર્વર વશરામ મકવાણા, પાળીયાદના જસમત શિવા, લીંબડીના લાલજી ગોવિંદ, બોટાદ અકબર ઇશ્મીલા માંકડ, યોગેશ ધીરૂ સાકરીયા, બટુક મગન શેખ, નટવર ભુજા દાઉદી, સુખા અરજણ કણબી, પ્રકાશ કનૈયાલાલ જાજવાણી, બુધા માધવ, દિલાવર દાઉદ ફકીર, પ્રફુલ મનહર રવૈયા, સુભાષ મનુ, ભરત રમેશ ગોહેલ, વિપુલ વિઠ્ઠલ જમોડ, શત્રુ ગુલા પરમાર, વલ્લભ કાળુ ઝાપડીયા, વઢવાણના હર્ષદ કાંતિલાલ ડાંગી, ઉમરાણાના સંજય ભોલા સોલંકી, જવાહર ગોવિંદ ગોહિલ, બોટાદનો પુંજા તુલશી મેર અને દશુ મનાની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા 54610, 18 મોબાઇલ અને ત્રણ વાહનો મળી રૂા.1.79 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે. જુગારના દરોડા દરમિયાન પ્રવિણ જોષી, ચેતન ગઢવી અને સલીમ સહિત ત્રણ શખ્સો નાશી છૂટતા તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.