Abtak Media Google News

એચ.યુ. દોઢીયાને વેસ્ટ ઝોનનો હવાલો સોંપાયો: કે.એસ. ગોહિલને બ્રિજ સેલ, આવાસ યોજના સહિતની કામગીરી જોવાની રહેશે

નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમાર દ્વારા આજે કોર્પોરેશનના બે સિટી એન્જીનીયરોની બદલી કરવામાં આવી છે. જેમાં હાલ બ્રિજ સેલ તથા આવાસ યોજના વિભાગની કામગીરી સંભાળતા સ્પેશ્યલ સિટી ઇજનેર એચ.યુ.દોઢીયાને વેસ્ટ ઝોન કચેરીના સિટી એન્જીનીયર બનાવવામાં આવ્યા છે.

જ્યારે ઇન્ચાર્જ સિટી એન્જીનીયર કે.એસ.ગોહિલ પાસે હાલ વેસ્ટ ઝોનના ઇન્ચાર્જ એડીશ્નલ સિટી એન્જીનીયરની કામગીરી હતી. આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને અમૃત મિશન યોજનાને લગતી કામગીરી જોતા હતા. હવે તેઓની નિમણૂંક બ્રિજ સેલમાં કરવામાં આવી છે. સાથોસાથ આવાસ યોજના વિભાગનો હવાલો પણ તેઓને સોંપવામાં આવ્યો છે. જ્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને અમૃત મિશન યોજનાની કામગીરી પણ તેઓએ જ સંભાળવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.