Abtak Media Google News
  • રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતા કેન્સરની સારવાર ઉપલબ્ધ

કેન્સર અસંખ્ય બાળકો અને તેમના પરિવારોના જીવન પર ઘેરો પડછાયો પાડે છે અને વિશ્વભરમાં બાળકોમાં મૃત્યુદરનું મુખ્ય કારણ કેન્સર છે. તબીબી સંશોધન અને સારવારની પધ્ધતિઓમાં નોંધપાત્ર પ્રગતિ હોવા છતા, બાળકોમાં કેન્સર સામેની લડાઈ એક પડકારજનક અને તાત્કાલિક પ્રાથમિકતા છે. અસંખ્ય બાળકોને લ્યુકેમિયા, મગજની ગાંઠો, ન્યુરોબ્લાસ્ટોમાં, સાર્કોમાસ જેવા કેન્સરનું નિદાન થાય છે, જે તેમને અદ્રશ્ય દુશ્મન સામે ભયંકર યુધ્ધમાં ધકેલી દે છે.કિમોથેરાપી અને રેડિયેશનની આડઅસર અને વિલંબિત નિદાનને કારણે બાળકોમાં કેન્સરની સારવાર પુખ્ત વયના કેન્સરની સરખામણીમાં વધુ પડકાર ભર્યું છે.

Advertisement

બાળકોમાં થતાં કેન્સરની ચેતવણીના લક્ષણો જેવા કે તાવ, ગંભીર અને સતત માથાનો દુખાવો, હાડકામાં દુખાવો અને વજન ઘટવું કેન્સર માટેનું પ્રથમ લક્ષણ છે. જેનું યોગ્ય નિદાન અને સારવાર કરવી અત્યંત જરૂરી છે.

રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ) માં દરેક વયના કેન્સરના દર્દીઓ માટે નિદાન અને સારવાર માટે જાણીતી છે, જેમાં કેન્સર માટેની જટીલ સર્જરીઓ, કિમોથેરાપી, રેડીયોથેરાપી વગેરે સુવિધાઓ એક છતાળ હેઠળ કેન્સરના દર્દીઓને મળી રહે છે.આધુનિક સાધનોથી સુસજજ લેબોરેટરી તથા રેડીયોલોજી વિભાગમાં એમઆરઆઈ સીટી સ્કેન  સોનોગ્રાફી, તથા ડીજીટલ એકસરે વગેરેની સુવિધા બાળકોમાં કેન્સર ના નિદાન માટે ઉપલબ્ધ છે.

બાળકોમાં થતા કેન્સરના રોગ તથા જટીલ સારવારને ધ્યાનમાં રાખીને રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા કેન્સરનું વહેલું નિદાન અને સારવાર થાય માટે અનુભવી મેડીકલ ઓન્કોલોજીસ્ટ, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ, બાળરોગ નિષ્ણાંત તથા આઈ.સી.યુ. ના નિષ્ણાંત તબીબોની ટીમ બાળકોમાં થતા કેન્સરની સારવાર માટે ઉપલબ્ધ છે.

રાજકોટ કેન્સર સોસાયટીના મેડીકલ ડાયરેકટર ડો.ખ્યાતી વસાવડા જણાવેલ હતુ કે રાજકોટ કેન્સર સોોસયટી ખાતે બાળકોમાં થતા કેન્સરની સારવાર માટે સુવિધાઓ ઉપલબ્ધ થતા હવે ભાગ્યેજ કેન્સરના દર્દીઓને અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર પડશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.