Abtak Media Google News

રાજકોટ શહેર જીલ્લા વાલી મહામંડળે આજરોજ ફી નિર્ધારણ સમીતીના અમલ માટેના સરકારી પ્રયત્નોની વાલીઓ અને વિઘાર્થીઓના હિતમાં સક્રિય બનાવવાના હેતુ માટે આજરોજ ત્રિકોણબાગ ખાતે સવારે ૧૦ થી ૧૨ બે કલાક માટે ધરણાનો કાર્યક્રમ યોજેલ જેમાં વાલીમંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, ઉપપ્રમુખ ગજુભા ઝાલા અને જીતુભાઇ લખતરીયા સહીત કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.

રાજકોટ શહેર અને જીલ્લામાં કાયમી ડી.ઇ.ઓ. નહીં હોય ત્યાં સુધી ફી નિર્ધારણનો સખ્તાઇથી અમલ થવો મુશ્કેલી છે. આ અન્વયે ફી નિર્ધારણના ચુસ્ત અમલ માટે નિમાયેલ જોનલ કમીટીઓની કાર્યવાહી તાકીદે શરુ કરવા માટે અને રાજકોટ તથા જીલ્લામાં કાયમી ડીઇનો મુકવા માટે તથા આગામી પાંચ વર્ષ સુધી રાજકોટ સહીતના સમગ્ર ગુજરાતમાં નવી પ્રાથમીક માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓને મંજુરી નહી આપવાની માંગ સાથે અમે આજરોજ આ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભવિષ્યમાં જરુર જણાયે  વિઘાર્થીઓએ વાલીઓના વિશાળ હિતમાં ઉપવાસ આંદોલન દેખાવો પ્રધાનોના શહેર પ્રવેશ વખતે કાળા વાવટા ના દેખાવો તેમજ તેઓના શહેર પ્રવેશ બંધી જેવા કાર્યક્રમો આપવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.