Abtak Media Google News
  • આંસુઓ ડૂકી ગયા…રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નીકાંડમાં જીવતા હોમાઇ ગયેલા 30થી વધુ લોકોની વિદાયથી સૌરાષ્ટ્રભરમાં આઘાતની લાગણી વચ્ચે જાણે કે આંસુઓ ડૂકી ગયા હોય તેમ ગૂમ થયેલા હતભાગીઓના પરિવારજનોને ક્યા શબ્દે સાંત્વના આપવી તે કોઇને સુજતું નથી. આ દુર્ઘટનામાં મોટા ભાગના તરૂણો અને યુવાનો ભોગ બન્યા છે.
  •  ટીઆરપી ગેમ ઝોનમાં ગયેલા અને અગ્નીકાંડ બાદ લાપતા બનેલાઓના પરિવારજનો, સ્વજનો હતપ્રત બની ગયા છે.
  •  તમામ મૃતકોને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગામેગામ શ્રધ્ધાસુમન અપાઇ રહ્યા છે. અનેકવિધ કાર્યક્રમો સાથે સૌરાષ્ટ્રભરમાં    ટીઆરપી ઝોનના મૃતાત્માઓને આત્માની શાંતિ માટે પરમકૃપાળુ પરમેશ્ર્વર સમક્ષ પ્રાર્થનાઓ કરવામાં આવી છે.
  •  મુક્તાનંદજી બાપુએ મૃત આત્માઓને શ્રધ્ધાંજલી અર્પી

હૃદ્ય દ્રવિ ઉઠે તેવી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ખાતે લાગેલ ભયંકર આગમાં માસુમ બાળકો તેમજ મોટી ઉંમરના વ્યક્તિઓ જેમાં 30 થી 33 લોકોના કરૂણ મોત થયા છે. તે અંતિ ગંભીર બાબતથી અખિલ ભારતીય સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને શ્રી શંભુ પંચ અગ્નિ અખાડાના સભાપતિ મુક્તાનંદજી બાપુએ આ બનેલ કરૂણ ઘટનામાં હૃદ્ય દ્રવિ ઉઠેલ છે અને ખૂબ અંતરથી પીડીત થયેલ છે. તેમના શ્રધ્ધાસુમન શબ્દોમાં બાપુએ જણાવેલ કે સદ્ગત આત્માને પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને જે બીજા ઇજાગ્રસ્ત થયેલાઓ જલ્દી સાજા થાયને રૂટીંગ જીવનમાં આવી જાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરેલ અને વધુમાં જણાવેલ કે આવી અઘટનીય ઘટના ન બને તેમાં સંચાલકો તેમજ પ્રસાશને ધ્યાન આપવું જોઇએ. જેથી આવા નિદોર્ષ માણસોના જીવ ના જાય અને કોઇને દિકરો, દિકરી, ભાઇ, બહેન, પિતા, માતા ગુમાવવાનો વારો ન આવે તેવી પ્રાર્થના કરી છે.

  • ટીઆરપી અગ્નીકાંડની દુર્ઘટનામાં પીડાતોને મોરારીબાપુએ રૂ.પાંચ લાખ અર્પણ કર્યા

ગોંડલનાં દાસીજીવણ પાર્ટી પ્લોટમાં છેલ્લા નવ દિવસ થી ચાલી રહેલી પુ.મોરારીબાપુ ની રામચરીત માનસ કથા નાં આજે અંતિમ ચરણમાં કથાની શરૂઆત માં વ્યાસપીઠ પરથી રાજકોટમાં ગેમજોન માં સર્જાયેલ કરુણાંતિકાને અત્યંત પિડા દાયક ગણાવી સંવેદના સાથે દિવંગતો ને શ્રધ્ધાંજલી અર્પી હતી.મોરારીબાપુએ દિવંગતોને તુલશીપત્ર રુપી રુ.પાંચ લાખ અર્પણ કર્યા હતા.બાદમાં કરુણાસભર રામધુન બોલાવી શ્રધ્ધાસુમન વ્યક્ત કર્યા હતા.

  • ઉપલેટા: જવાબદાર અધિકારી સામે તાત્કાલિક આકરા પગલા લ્યો: મયુર સોલંકી

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો ગોઝારો અકસ્માત 35થી વધારે લોકોના જીવ લઇ ચૂક્યો છે ત્યારે તે આત્માઓના શાંતિ માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના આખું રાજ્ય કરી રહ્યું છે. તે દિવ્ય આત્માઓને પણ ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના સહ સંવેદના.

સ્વાભાવિક છે કે ગુજરાત સરકાર ઇજા પામનારને હાલ 50,000 અને મૃતક પરિવારને પણ વળતર આપવાની છે. નામદાર અદાલતમાં પણ ફોજદારી ફરિયાદો થશે અને ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો સામે ટ્રાયલ પણ ચાલશે. આ બધું થશે.

આવી ઘટનાઓ ત્યાં સુધી બંધ નહીં થાય જ્યાં સુધી તે વિસ્તારના જે-તે સનદી અધિકારીની જવાબદારી ફિક્સ કરવામાં નહીં આવે. છેલ્લા પાંચ વર્ષ જેવા સમયથી આ ટીઆરપી ગેમ ઝોન ચાલી રહ્યો હતો. તેના સંચાલકોની બેદરકારી છે. તેવું રાજકોટના ટીઆરપી ઝોનના ગોઝારા અકસ્માત મામલે ગુજરાતના મુખ્યમંત્રીને સમાજવાદી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયુર સોલંકીએ રજૂઆતી કરી છે.

પરંતુ તે સંચાલકોથી ઉપર જેનું કામ નિરિક્ષણનું હતું. જેમનું કામ સેફ્ટી જોવાનું હતું તે અધિકારીઓ બેદરકાર રહ્યા તેથી આ ઘટના બની તેવું નક્કરપણે માનવું છે. મૃતક પરિવારને વળતર આપીએ તેટલું ઓછું છે.

  • ખિલતા પહેલાં જ કેટલીક કળીઓ ખરી પડે તે અનહદ પીડાકારક : માંધાતાસિંહજી જાડેજા

રમત-ગમતના સ્થળે દાખવવામાં આવેલી બેદરકારીએ અનેક જિંદગીઓને સળગાવી નાંખવા ઉપરાંત કેટલીક કળીઓને ખિલતા પહેલાં જ ખેરી નાંખી છે, જગત નિયંતા સઘળાં દિવંગત આત્માઓને પોતાના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના કરતાં રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે, શાળાકીય વેકેશનના માહોલમાં શહેરના સાધન સંપન્ન અને સમૃદ્ધ વિસ્તાર સ્થિત ટીઆરપી ગેઇમ ઝોનમાં રમત-ગમત અને અલ્પાહારનો નિજાનંદ માણતાં ભૂલકાઓ, તરૂણો, યુવાનો સહિત કેટલાંક કર્મચારીગણના સદસ્યોના ભયાનક આગની લપેટમાં આવી જતાં સર્જાયલી દુર્ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરૂં છું. અનેક નિર્દોષોના નિધનથી શોકમગ્ન ઠાકોર સાહેબે મૃતકો તથા તેના પરિવારજનો પરત્વે સંપૂર્ણ સંવેદના વ્યક્ત કરી હતી.

  • વિસાવદર: ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અપાય

વિસાવદરના રામજી મન્દિર ચોક ખાતે ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ વિસાવદરની અન્ય સામાજિક સન્સ્થા દ્વારા રાજકોટના ટીઆરપી ગેમ જોનમાં લાગેલ ભીષ્ણ આગમાં મૃત્યુ પામેલ તમામ દિવંગત આત્મા ઓનાશાંતિ માટે શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યકર્મ રાખેલ જેમાં વિસાવદરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપકાનાબાર ગણપતિ ઉત્સવ સમિતિના સુરેશ સાદરાણી માનવસેવા સમિતિના રમણીક દુધાત્રા લાયન્સ ક્લબના રમણીક ગોહેલ એડવોકેટ નયનજોશી પત્રકાર સંઘના ગિજુભાઈ વીકમાં હરેશ મહેતા જીગર મહેતા જયેશ દેવમુરારી તેમજ વિસાવદર ના નાગરિકો શ્રદ્ધાંજલિ કાર્યકર્મ માં જોડાયને તમામ દિવંગત આત્મા ઓની શાંતિમાટે રામધૂન તેમજ મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી.

  • મોરબી ઈબીવીપી દ્વારા રાજકોટ ખાતે આગની દુર્ઘટનામાં  દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી
  • અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.
  •  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબી શાખા દ્વારા ગઈ કાલે રાજકોટ ટીઆરપી મોલ ખાતે બનેલી દુર્ઘટના માં લગભગ 28 જેટલા લોકો મૃત્યુ પામનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

વેરાવળના ક્રિકેટપ્રેમી યુવકોએ રાજકોટ દુર્ઘટનાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ: વેરાવળના ક્રિકેટપ્રેમી યુવકોએ રાજકોટ દુર્ઘટનાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવીરાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં અકાળે મોતને ભેટેલા હતભાગીઓના આત્માને શાંતિ અર્થે વેરાવળ ખાતે ક્રિકેટ પ્રેમી યુવાનો દ્વારા મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવાઈ.

રાજકોટ ખાતેની ગમખ્વાર દુર્ઘટનામાં 30 જેટલા લોકો મોતને ભેટ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ ગોઝારી દુર્ઘટના પગલે સર્વત્ર શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે વેરાવળ ચોપાટી ખાતે ક્રિકેટપ્રેમી યુવકો દ્વારા રાજકોટની ગોઝારી દુર્ઘટનામાં અકાળે અવસાન પામેલા મૃતાત્માઓની શાંતિ અર્થે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

ઘટનાને 30 કલાક જેટલો સમય વીતી ગયો છતાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર જાણે નિષ્ક્રિય

સમગ્ર અગ્નિકાંડ માં જો કોઈ આંખે વળગે તેવો પ્રશ્ન હોય તો તે એ જ છે કે ઘટનાને 30 કલાક જેટલો સમય વીતી ગયો છે છતાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર હજુ પણ નિષ્ક્રિય છે તેમના તરફથી કોઈ નક્કર વાત હજુ સુધી કહેવામાં આવી નથી અથવા તો કોઈ નક્કર આંકડો આપવામાં આવ્યો નથી. ત્યારે શું આ બંને ટોચના અધિકારીઓ તેમના વિભાગને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે? હૃદય કંપાવે તેવી આ ઘટનામાં કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે પગલાંઓ લેવા જોઈએ તેમાં પણ તેઓ ઉણા ઉતર્યા છે ઊલટું આ બંને અધિકારીઓએ જાણે મૌન સેવી લીધું હોય તેવું ચિત્ર પણ ઊભું થયું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.