Abtak Media Google News
  • ચાર ફુટબોલ ગ્રાઉન્ડની લંબાઇ ધરાવતું જહાજ 19200 ક્ધટમર પરિવહનની ધરાવીને ક્ષમતા

ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના  ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટેઅત્યાર સુધીનું સૌથી મોટું ક્ધટેનર જહાજ લાંગરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. એમ.એસ.સી. અન્ના નામનું જહાજ, 26 મેના રોજ મુંદ્રા પોર્ટ ખાતે ડોક કરવામાં આવ્યું હતું.આ ઘટના મુંદ્રા પોર્ટ જ નહીં, પરંતુ દેશના દરિયાઈ ઉદ્યોગ માટે પણ સીમાચિહ્નરૂપ છે. એમ.એસ.સી. અન્નાની એકંદર લંબાઈ 399.98 મીટર (લગભગ ચાર ફૂટબોલ મેદાનની લંબાઈ) છે. તે 19,200 ક્ધટેનર (વીસ-ફૂટ સમકક્ષ)ની મહાકાય ક્ષમતા ધરાવે છે.એક ભારતીય બંદર પર અત્યાર સુધીમાંલાંગરવામાં આવેલ સૌથી તે મોટું ક્ધટેનર જહાજ છે. તેનો ડ્રાફ્ટ 16.3 મીટર છે,જેને ફક્ત મુન્દ્રામાં જ સમાવી શકાય છે કારણ કે ભારતમાં અન્ય કોઈ બંદર ડીપ-ડ્રાફ્ટ જહાજને બર્થ કરવા સક્ષમ નથી. તેના મુંદરા પોર્ટ પર રોકાણ દરમિયાનઅંદાજે 12,500  ક્ધટેનરો એક્સ્ચેન્જ કરશે, જે મુંદ્રા પોર્ટના મોટા પાયે કાર્ગોનું કાર્યક્ષમ સંચાલન કરવાની ક્ષમતા દર્શાવે છે.

જુલાઈ 2023માંમુન્દ્રા પોર્ટે વિશ્વના સૌથી લાંબા ક્ધટેનર જહાજોમાંનું  હેમ્બર્ગને બર્થ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. જેની એકંદર લંબાઈ 399 મીટર અને ક્ષમતા 16,652 ઝઊઞત છે. તેનાથી વિશ્વના સૌથી મોટા જહાજોને હેન્ડલ કરવાની બંદરની ક્ષમતા દેખાય છે, અને આજે ખજઈ અક્ષક્ષફના આગમન માટેનો માર્ગ મોકળોબન્યો.

મુન્દ્રા પોર્ટે અત્યાર સુધી અનેક વિક્રમજનક સિદ્ધિઓ હાંસલ કરી છે. ઓક્ટોબર2023માં, એક મહિનામાં 16 એમ.એમ.ટી.  કાર્ગો હેન્ડલ કરનાર તે ભારતનુંસર્વ પ્રથમ પોર્ટ બન્યું. ક્ધટેનર ટર્મિનલ  એક વર્ષમાં 3 મિલિયન નું સંચાલન કરનાર ભારતમાં પ્રથમ છે. ટર્મિનલે નવેમ્બરમાં 3,00,000 થી વધુ ટી.ઇ.યુ. નો માસિક હેન્ડલિંગ રેકોર્ડ પણ હાંસલ કર્યો હતો, જે ભારતમાં કોઈપણ ટર્મિનલ દ્વારા અત્યાર સુધીનો સૌથી વધુ છે. મુન્દ્રા પોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપાર બંને માટે મહત્ત્વપૂર્ણ હબ તરીકે વિકાસ પામ્યું છે. 35,000 એકરમાં ફેલાયેલુંતે ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર છે.તે ડીપ ડ્રાફ્ટ અને તમામ હવામાન ક્ષમતાઓથી સુસજ્જ છે.જે કાર્ગોનુંસરળતા પૂર્વક પરિવહન કરે છે અને જહાજો માટે ટર્નઅરાઉન્ડ સમયમાં નોંધપાત્ર ઘટાડો કરે છે, જે તેને મુખ્ય વૈશ્વિક શિપિંગ લાઇન્સ માટે આકર્ષક પોર્ટ બનાવે છે.મુન્દ્રા ખાતે એમ.એસ.સી. અન્નાનું આગમન ન માત્ર મેગા જહાજોને હેન્ડલ કરવાની બંદરની ક્ષમતા પરંતુ ભારતની દરિયાઈ વેપાર ક્ષમતાઓને વધારવામાં તેની મુખ્ય ભૂમિકાને દર્શાવે છે. એપીએસઇઝેડ સુવિધાઓનું સતત વિસ્તરણ અને અપગ્રેડ કરવા પ્રયત્નશીલ છે.પોર્ટ વૈશ્વિક શિપિંગ અને લોજિસ્ટિક્સ લેન્ડસ્કેપમાં વધુને વધુ નોંધપાત્ર ભૂમિકા ભજવવા તૈયાર છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.