Abtak Media Google News

મોદી સરકાર આજે રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પસાર કરવાની છે. લોકસભામાં આ બિલ પસાર થઈ ગયું છે. રાજ્યસભામાં બીજેપી સરકારી પાસે બિલ પસાર કરવાની બહુમતી નથી. તેથી આ બિલ રાજ્યસભામાં પસાર કરવું મોદી સરકાર માટે પડકાર છે. આજે રાજ્યસભા શરૂ થતાં જ વિપક્ષના હોબાળાના કારણે સભા બપોરે 2 વાગ્યા સુધીમાં સ્થગિત કરી દેવામાં આવી છે.

રવિશંકર પ્રસાદે દાવો કર્યો છે કે, બિલને રાજ્યસભામાં પૂરતું સમર્થન મળશે. આ પહેલાં ડિસેમ્બર 2017માં પણ ત્રિપલ તલાક બિલ લોકસભામાંથી પસાર થયું હતું પરંતુ રાજ્યસભામાં અટક્યું હતું.


કોંગ્રેસ મહાસચિવ કેસી વણુગોપાલે કહ્યું કે, આ બિલ રોકવા માટે તેઓ અન્ય પક્ષની સાથે છે. તેમણે જણાવ્યું કે, જ્યારે મુસ્લિમ મહિલા બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે 10 પાર્ટીઓએ જાહેરમાં તેનો વિરોધ કર્યો હતો. વેણુગોપાલે કહ્યું કે, સરકારને ઘણાં મુદ્દે સાથ આપી ચૂકેલી AIADMK પણ આ મુદ્દે સરકારનો વિરોધ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.