Abtak Media Google News

રાજકોટની જાણીતી સેવાભાવી સંસ સરગમ ક્લબની સપનાને ૩૫ વર્ષ પૂર્ણ વા નિમિત્તિ યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્તિ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે સાચી લગની તી સેવા ઇશ્વરીય કાર્ય છે.

Advertisement

મુખ્યમંત્રીએ આ સંદર્ભે વિશેષમાં ઉમેર્યું કે રાજ્યની અનેક સેવાભાવી સંસઓ પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુ:ખે દુ:ખી હોય છે. જ્યારે, કોઇ પણ આપત્ત આવી પડે ત્યારે આવી સંસઓ પ્રજાની સેવા કરવા માટે હરહંમેશ તત્પર હોય છે અને સરકારના ખભેી ખભા મિલાવી કાર્ય કરે છે.

સરગમ ક્લબની સેવાકીય, સાંસ્કૃતિક પ્રવૃત્તિી સુપેરે વાકેફ મુખ્યમંત્રીએ તેની પ્રશંસા કરતા કહ્યું કે આજે આ સંસ યુવાન છે. સમાજ સેવાના કાર્યો કઇ રીતે કરી શકાય ? તે બાબતની અન્ય લોકોને પ્રેરણા આપે છે. રાજકોટમાં સરગમ ક્બલ દ્વારા સંચાલિત સ્મશાનની વ્યવસ જોઇ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુણુભાઇ ડેલાવાળાને ગાંધીનગરમાં પણ રાજકોટ જેવું સ્મશાન બનાવવાનું કાર્ય સોંપ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરગમ ક્લબે કોઇ પણ નાતજાતના ભેદભાવ રાખ્યા વિના જ ૧૮ હજાર લોકોને પોતાની સો જોડ્યા છે. જે ગૌરવપ્રદ બાબત છે. આ સંસ દ્વારા સમયાંતરે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોી લોકોને તો મનોરંજન તો મળે જ છે, સો, કલાકારોને પણ પ્રોત્સાહન મળે છે.

મુખ્યમંત્રી રૂપાણીએ સરગમ ક્લબ અને ગુણુભાઇ ડેલાવાળાને એક બીજાના પ્રર્યાય બતાવ્યા હતા અને વધુ ઉમદા કાર્ય કરવા આહ્વાન કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ તકે કહ્યું કે સરગમ ક્લબની સેવા, સાંસ્કૃતિક કાર્યો અને શિક્ષણના કાર્યોની સુવાસ હવે માત્ર રાજકોટ પુરતી જ સીમિત રહી ની. પણ, સમગ્ર ગુજરાત તેમની આ પ્રવૃત્તિી વાકેફ છે. નવા કલાકારોને સરગમ ક્બલ પ્લેટફોર્મ પૂરૂ પાડે છે, તે સારી બાબત છે. પટેલે સરગમ ક્લબની પ્રવૃત્તિને બિરદાવી હતી.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે સરગમ ક્લબ શિક્ષણ સો લોકશિક્ષણનું કાર્ય કરે છે. જે જ્ઞાન શિક્ષણી પ્રાપ્ત મળતું ની, એ લોકશિક્ષણી પ્રાપ્ત થાય છે. તેમ કહી તેમણે આ ક્લબની પ્રવૃત્તિને બિરદાવી હતી.

સ્વાગત પ્રવચનમાં મૌલેશભાઇ ઉકાણીએ સંસની પ્રવૃત્તિની રૂપરેખા આપતા કહ્યું કે સરગમ કલબ પા પા પગલી કરતાં કરતાં આજે ૩૬મા વર્ષમાં પહોંચી ગઈ છે.આ  સંસ ૩૫ વર્ષ પુરા કરે છે  એ તો આનંદની વાત છે પરંતુ તેના નેજા હેઠળ ૩૯ જેટલી પ્રવૃતિઓ સફળ રીતે ચાલે છે એ વિશેષ આનંદની વાત છે. ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવી વ્યકિત હશે જે સરગમ કલબની પ્રવૃત્તિી માહિતગાર નહીં હોય. સેવાનું કોઈ પણ ક્ષેત્ર હોય, ગુણવંતભાઈ ડેલાવાળા અને તેમની ટીમ હંમેશા અગ્રેસર રહે છે તે આપણે સૌ જાણીએ છીએ. પોતાની ૩૬ વર્ષની આ યાત્રા દરમિયાન સરગમ કલબે ઘણા તડકાછાંયા જોયા છે પરંતુ સેવાના દ્રઢ નિશ્ચય સામે કોઈ પણ અડચણો ટકી શકી ની અને કદાચ એટલે જ આજે સરગમ પરિવારના સભ્ય હોવું એક ગૌરવની વાત ગણવામાં આવે છે.

સરગમ કલબને જયારે જયારે કોઈ પ્રકારની જરૂરિયાત ઉભી થાય છે ત્યારે ત્યારે દેશવિદેશમાં ફેલાયેલા તેમના શુભેચ્છકો તેમની પડખે ઉભા રહે છે. સરગમ કલબે પોતાની નિરંતર સેવાભાવનાથી રાજકોટને એક ગૌરવ અપાવ્યું છે. સરગમ કલબની પ્રવૃત્તિઓ વિશે બોલવા બેસીએ તો કલાકો અને દિવસો પણ ઓછા પડે તેમ છે તેી આ તકે હું માત્ર એટલું કહીશ કે સરગમ કલબ સેવાનો પર્યાય શબ્દ છે.

આ વેળાએ સંસનો ખ્યાલ આપતી દસ્તાવેજી ફિલ્મ અને પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ અવસરે  કર્ણાટકના રાજ્યપાલ સાંસદ મોહનભાઇ કુંડારિયા, મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ગૌ-સેવા આયોગના ચેરમેન વલ્લભભાઈ કીરિયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ભાજપના શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહ, યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદય, સહિત સભ્યો ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.