Abtak Media Google News

રાજકોટમાં ભુપેન્દ્ર રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે દેવદિવાળી પૂર્વ નીમીતે તુલસી વિવાહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વામીનારાયણ મંદિરના સંતો-મહંતો અને બહોળી સંખ્યામાં હરીભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

નઅબતકથ સાથેની વાતચીત દરમિયાન ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરના સંતે જણાવ્યું હતું કે, આજનો દિવસ હિન્દુ સંસ્કૃતિ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. દેવ દિવાળીના દિવસે ઠેર-ઠેર તુલસી વિવાહના માધ્યમે આ ઉત્સવને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે એ પરંપરા અનુસાર ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિર ખાતે ભવ્યાતીભવ્ય રીતે તુલસી વિવાહનો અનેરો કાર્યક્રમ યોજાયો છે.

Advertisement

બાલાજી ૪:૩૦ વાગ્યે હનુમાનજી મંદિરેથી વિશાળ સંખ્યામાં શોભાયાત્રા ઠાકોરજીનો વરઘોડો નિકળ્યો. હતો. ઘણા બધા સંતો, હરીભક્તોની ઉપસ્થિતિ હતી અને બેન્ડના નાદ સાથે હરીભક્તો ઝૂમી ઉઠયા હતા.

આજના દિવસે લક્ષ્મીનારાયણ દેવ ઘનશ્યામ મહારાજના પાવન સાનિધ્યમાં હાટડીના દર્શન ગોઠવવામાં આવ્યા છે તેમ દર્શન કરો ત્યારે હૃદયમાંથી પરમાત્મા પ્રત્યેનો પ્રેમ ઉભરાય તેવી અવિસ્મરણીય હાટડીના દર્શન હરીભક્તોએ કર્યા. ભગવાનના દિવ્યતા રીતે લગ્નનો પ્રારંભ થયો છે. ભક્તો તે અ્મુલ્ય ક્ષણ પોતાની આંખોમાં કંડારશે અને ભગવાનના લગ્નનો પ્રારંભ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.