Abtak Media Google News

શહેર વોર્ડ નં.૩ માં આવેલ સંતોષીનગર અને નારાયણનગર વિસ્તારોમાં રૂ ૫૧ લાખના ખર્ચે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના વરદ હસ્તે સીસી રોડનું ખાતમુહુર્ત કરવામા આવ્યું.

ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ તાજેતરમાં તેનું ખાતમુહુર્ત કરી પુરજોશમાં કામ શરુ કર્યુ હતું.આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. તેઓની સાથે કોર્પોરેટર પરેશભાઇ પીપળીયા વોર્ડ નં. ૩ ભાજપ પ્રમુખ હેમુભાઇ પરમાર, વોર્ડ  ભાજપ અગ્રણી પ્રભારી દિનેશભાઇ કારીયા, ભાજપ અગ્રણી જગદીશભાઇ ભોજાણી, રાજુભાઇ દરિયાનાણી, બાબુભાઇ પરેશ, અમુભાઇ રાઠોડ, દેવાભાઇ ચાવડીયા, સુરેશભાઇ વકાસણ, વિલાશબા સોઢા, લીલાબેન સહીત ભાજપ અગ્રણીઓ ઉ૫સ્થિત રહી બંને વિસ્તારોનું ખાતમુહુર્ત કામમાં હાજરી આપી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.