Abtak Media Google News

છત્રસાલ સ્ટેડિયમમાં થયેલા વિવાદ બાદ હત્યાનો આરોપી સુશીલ કુમાર ફરાર છે. પોલીસ તેને શોધવા માટે દરોડા પાડી રહી છે. દિલ્હી પોલીસે આ માટે ઈનામ પણ જાહેર કર્યું છે. હત્યાના આરોપમાં ફરાર રેસલર સુશીલ કુમારના બચવાના બધા દરવાજા બંધ થઈ ગયા છે. દિલ્હીની રોહિણી કોર્ટમાં મંગળવારે તેની આગોતરા જામીન અરજી પણ રદ્દ થઈ ગઈ છે. એક દિવસ પહેલા દિલ્હી પોલીસે તેના પર એક લાખ અને સહયોગી અજય પર 50 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી, ત્યારબાદ તેણે આગોતરા જામીન અરજી કરી હતી.

રોહિણી કોર્ટમાં સુનાવણી દરમિયાન સુશીલના હવાલાથી તેના વકીલે કહ્યુ કે, આ મામલામાં તેને કોઈ લેવા-દેવા નથી. સુશીલ કુમાર તરફથી સીનિયર એડવોકેટ સિદ્ધાર્થ લૂથરા અને આરએસ જાખડેએ દલીલ કરી હતી. તેમણે સુશીલના હવાલાથી કહ્યુ- હું એક આંતરરાષ્ટ્રીય સ્તરનો ખેલાડી છું. પદ્મશ્રી સહિત દેશના તમામ પ્રતિષ્ઠિત મેડલો અને એવોર્ડથી શુભોષિત છું. ઓલિમ્પિકમાં બે વખત મેડલ જીતનાર ખેલાડી છું. મને છત્રસાલમાં મારા અધિકારીઓની ફરજોનું વહન કરવા માટે આવાસ મળ્યું છે, જ્યાં હું મારા પરિવાર સાથે રહુ છું.સુશીલ કુમાર પર 5 મેએ યુવા રેસલર સાગર ધનખડ હત્યાકાંડમાં સામેલ હોવાનો આરોપ છે. હકીકતમાં મોડલ ટાઉન થાના ક્ષેત્રના છત્રસાલ સ્ટેડિયમમાં ફ્લેટ ખાલી કરાવવાને લઈને બે જૂથ ટકરાયા હતા. જેમાં પાંચ રેસલર ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં સારવાર દરમિયાન સાગરનું મોત થયુ હતુ.

દિલ્હી પોલીસના તપાસમાં સુશીલની ઘણા ગેંગસ્ટરો સાથે સાંઠગાંઠની વાત સામે આવી છે. પોલીસ હજુ તે જાણકારી મેળવી રહી છે કે ગેંગસ્ટરના માણસો છત્રસાલ સ્ટેડિયમમાં આવતા હતા. દિલ્હી એનસીઆરમાં સતત દરોડા પાડવા છતાં રેસલર ઝડપાયો નથી. પોલીસની ઘણી ટીમ સોનીપત, પાનીપત ઝઝર અને ગુરૂગ્રામ સહિત અનેક સ્થળો પર સર્ચ ઓપરેશન કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.