Abtak Media Google News

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કિડસ કલરવ’ સંપન્ન

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-રાજકોટ દ્વારા કિડ્ઝ કલરવ – ૨૦૨૦ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનુ ગઈ કાલે તા. ૫-માર્ચ ના રોજ અટલબિહારી વાજપેયી હોલ ખાતે આયોજન કરવામા આવેલ. જે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૩૭ શાળાઓના ૭૫૦ જેટલા બાળકો દ્વારા  ૩૭ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈ ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ પ્રભારી સુરેંદ્રનગર  નિતિનભાઈ ભારદ્વાજ અને શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મિરાણી હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમજ ડાયસ કાર્યક્રમ દરમિયાન તેઓએ બાળકોના અદભુત ટેલેન્ટને બિરદાવ્યુ હતુ અને આવા સુંદર કાર્યક્રમ બદલ શિક્ષણ સમિતિને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે સ્વાગત પ્રવચન શહેર ભાજપ મહામંત્રી તથા શિક્ષણ સમિતિના સદસ્ય કિશોરભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

2 3

તેમજ કાર્યક્રમ અંતે આભાર વિધિ શિક્ષણ સમિતિ સદસ્યા  અલ્કાબેન કામદાર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનુ સંચાલન શિક્ષિકા બહેન દિવ્યાબેન ભૂત તેમજ  સીઆરસી દેવીદાસભાઈ ચાંપબાઈની મધુર શૈલીમાં કરવામા આવ્યુ. પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ પ્રભારી સુરેંદ્રનગર નિતિનભાઈ ભારદ્વાજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોમાં છૂપાયેલી કળાંને બહાર લાવવા તેમજ ભારતનુ ભાવિ ઉજ્જવળ બનાવવા સદાય તત્પર રહેતા એવા શિક્ષણ સમિતિના તમામ શિક્ષણ ગણને અભિનંદન આપી બિરદાવ્યા હતા.

5 Bannafa For Site

આ તકે કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ પ્રભારી સુરેંદ્રનગર નિતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મિરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેંદ્રસિંહ ઠાકુર, વાઈસ ચેરમેન ભારતીબેન રાવલ, વોર્ડ નં. ૫ ના કોર્પોરેટર અનિલભાઈ રાઠોડ, વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર ભાવેશભાઈ પીપળીયા, વોર્ડ નં. ૬ કોર્પોરેટર ગેલાભાઈ રબારી, શિક્ષણ સમિતિ સદસ્ય  કિશોરભાઈ રાઠોડ, મુકેશભાઈ મહેતા, કિરણબેન માંકડિયા, ડો. ગૌરવીબેન ધૃવ, અલ્કાબેન કામદાર, જગદીશભાઈ ભોજાણી, ધિરજભાઈ મુંગરા, સંજયભાઈ હિરાણી, રહિમભાઈ સોરા, શરદભાઈ તલસાણિયા, પ્રમુખ સ્વનિર્ભર શાળા મંડળ અજયભાઈ પટેલ, પરિમલભાઈ પરડવા ભૂષણ સ્કૂલ, કૌશિકભાઈ રૂપાપરા સંચાલક મારૂતી મધરલેન્ડ સ્કૂલ, રશ્મિકાંતભાઈ મકવાણા કો-ઓર્ડીનેટર ટીજીએસ  ભાવેશભાઈ પટેલ (ટ્રસ્ટી, રાજ સ્કૂલ), દિનેશભાઈ સદાદિયા પ્રમુખ પ્રાથમિક શિક્ષક સંધ રાજકોટ મહાનગરપાલિકા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને બાળકોની અદભુત કૃતિઓ જોઈ અભિભુત થયા હતા.

3 3

સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમનુ સુચારૂ સંકલન સમિતિના શિક્ષકો કાજલબેન, ભાવિશાબેન, નિધિબેન, રેખાબેન, નિલમબેન, હિમાંશીબેન, સંગીતાબેન, દિપાંશીબેન, મિનાક્ષીબેન, કાયનાતબેન, મનિષાબેન, દિવ્યાબેન,  તેમજ ડીઝિટલ સ્ક્રીન પર સુંદર એનીમેશન વિડિયો ટીમના પિયુષભાઈ ભુવા, પંકજભાઈ ગોઢાણિયા, મોહિતભાઈ ટાંક, ધર્મેશભાઈ વાઘેલા, ધર્મેશભાઈ દુધાત્રા, પિયુષભાઈ સોલંકી દ્વારા કરવામા આવી રહ્યુ છે.

4 1

આ બે-દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ કિડ્ઝ કલરવ  ૨૦૨૦” ની સમગ્ર વ્યવસ્થા વિવિધ કમિટી દ્વારા સુચારૂ રીતે કરવામાં આવી રહી છે. શિક્ષણ સમિતિ પરિવાર, યુ.આર.સી., સી.આર.સી., આચાર્યશ્રી તેમજ શાળા શિક્ષકગણ તેજમ સમગ્ર શિક્ષા સ્ટાફ તમામના અથાગ પરિશ્રમથી આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામા આવી રહી છે.

6 1

 

નરેન્દ્રસિંહ ઠાકુરએ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કીડઝ કલરવ કાર્યક્રમ રાખવામાં આવ્યો કાર્યક્રમનો હેતુ બાળકો ફકત શિક્ષણમાં નહી પરંતુ બાળકની અંદર રહેલુ ટેલેન્ટ બહાર આવે સાથે સારૂ સ્ટેજ મળે તથા વાલીઓને પણ ખબર પડે પોતાના બાળક મા રહેલી શકતી ઓળખે આજના કાર્યક્રમમાં ૧૦૭૦ બાળકોએ ભાગ લીધો છે ખાસ તો દરેક કૃતી બાળકોએ તથા શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.