Abtak Media Google News

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 30 હજારથી વધુ વેપાર-ઉદ્યોગને મળશે ‘પાંખો’: પેસેન્જર્સના વિદેશ આવાગમનથી ટ્રાન્સપોર્ટેશન – હોટેલ – ફૂડ વ્યવસાયને મળશે બુસ્ટર ડોઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે હીરાસર ખાતે આવેલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.  રાજકોટ સૌરાષ્ટ્રનું ગ્રોથ એન્જીન રહ્યું છે અને નાના-મોટા અનેક ઉદ્યોગો (સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઈન્ડસ્ટ્રી) અહીં વર્ષોથી ધમધમી રહ્યા છે. ત્યારે રાજકોટ-સૌરાષ્ટ્રના 30000થી વધુ ઉદ્યોગ-ધંધાનો વિકાસ ” ઈઝ ધ લિમિટ” ની ઉક્તિ સાર્થક કરતા આસમાની ઊડાન ભરશે, તેવું રાજકોટ સહિત સૌરષ્ટ્રના વ્યવસાયકારોનું દ્રઢપણે માનવું છે.Screenshot 6 33

રાજકોટમાં 2534 એકરમાં રાજ્યનું સૌથી મોટું અને સૌરાષ્ટ્રનું ‘હિર’ ગણાતું હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ફેઝ-1નું કામ પૂર્ણ થઇ ગયું છે. એરપોર્ટ એરબસ એ320 એરબસ એ321 પ્રકારના એરક્રાફ્ટને હેન્ડલ કરવામાં સક્ષમ અને રૂપિયા 1405 કરોડના ખર્ચે તૈયાર એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કર્યું છે. દેશમાં બહુ ઓછા એરપોર્ટ 2000 એકરથી વધુ જગ્યામાં છે એમાં રાજકોટનું હિરાસર એરપોર્ટ પણ છે. રાજ્યમાં સૌથી મોટો 3040 મીટરનો રન-વે અને આ રન-વેની નીચે એશિયાની સૌથી મોટી 700 મીટર લાંબી વોટર ટનલ છે. નવા એરપોર્ટ પર એકસાથે 14 એરક્રાફ્ટ પાર્ક થઇ શકે તેવી સુવિધાઓ આપવામાં આવી છે.Screenshot 4 42

રાજકોટમાં નવું એરપોર્ટ બનવાની સાથે યાત્રિકને સારી હવાઈ સુવિધાની સાથે સાથે હજારો લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પણ મળશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, લગેજ લોડર, ખાણીપીણી, હોટેલ-રેસ્ટોરેન્ટ, પ્રવાસન ઉદ્યોગને પણ મોટો ફાયદો થનાર છે.

Screenshot 3 48 એકંદરે નવું એરપોર્ટ બનવાથી હજારો લોકોને રોજગારીનું સર્જન થશે.આ એરપોર્ટ તૈયાર થતાં જ જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ, મોરબી અને રાજકોટ સહિતના લોકોને ઇન્ટરનેશનલ ફલાઇટ માટે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે. હવેથી કચ્છ- સૌરાષ્ટ્રના લોકો ઇન્ટરનેશનલ ફલાઇટ માટે હિરાસર એરપોર્ટ પરથી જ ઉડાન ભરી શકશે.

 વડાપ્રધાનની રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર

Img 20230727 Wa0118

રેસકોર્ષ ખાતે વડાપ્રધાન મોદીએ કેકેવી બ્રિજ અને સિંચાઈ યોજના સહિતના વિકાસ કામોનું લોકાર્પણ કરી જાહેર સભા સંબોધી હતી. આ વેળાએ હકડેઠઠ મેદની પણ વડાપ્રધાન મોદીની જાહેર સભામાં ઉમટી પડી હતી. ત્યારે સભા સ્થળે વડાપ્રધાન મોદીની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. વડાપ્રધાન મોદીનું આબેહૂબ ચિત્ર આ રંગોળીમાં દોરવામાં આવ્યું હતું. ત્યારે લોકોએ તેમજ ભાજપ અગ્રણીઓએ આ રંગોળી સાથે ફોટા પણ ખેંચાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.