Abtak Media Google News

ભાણવડ નજીક ઢેબર ગામના પાટીયા પાસે પોલીસે ગેરકાયદે ઢોર ભરેલી છકડો રીક્ષા પકડી પાડી બે શખ્સોની ધરપકડ કરી છે જયારે એક શખ્સ નાશી છુટતા તેની શોધખોળ શરુ કરી છે.

ભાણવડના પીએસઆઇ યુ.બી. અખેડ તથા સ્ટાફના મયુરસિંહ જાડેજા, નારણભાઇ બેલા સહીતના પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઢેબર પાસે એક છકડો રીક્ષા પુરપાટ શંકાસ્પદ હાલતમાં જઇ રહ્યો હતો. જેને પોલીસે અટકાવી તલાસી લેતા તેમાં ઢોરને અતિ ક્રુરતાપૂર્વક બાંધેલા હતા. તેમજ ખોરાક પાણીની પણ કોઇને વ્યવસ્થા ન હતી.

જેથી પોલીસે ઢોર ભરેલી રિક્ષા કબ્જે કરી હતી અને આરોપી તરીકે રીક્ષા ડ્રાઇવર હાસમ ઇબ્રાહીમ હિંગોરા ઉ.વ.58 રે. ઢેબર અને બાવાભાઇ મુસા ઓઠાણી (ઉ.વ.30) રે. ઢેબર વારાની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.