Abtak Media Google News

પૂરપાટ ઝડપે આવતા ટ્રકે બહેનપણીઓને અડફેટે લઇ સર્જયો ગોઝારો અકસ્માત

રાજકોટ ન્યુઝ

Advertisement

રાજકોટમાં માર્ગ પર બેફામ માતેલા સાંઠની જેમ દોડતા ટ્રકે વધુ એક જીવલેણ અકસ્માત સર્જયો છે.જેમાં મોટામોવા પાસે આવેલી સનસાઈન કોલેજમાં સ્કૂટર પર જતી બે યુવતીને મોટામોવા પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ઠોકર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે જ એક યુવતીનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બીજીને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે આ ઘટના સ્થળે રહેલા કોલેજીયન યુવતીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે અકસ્માતની ઘટના થયા બાદ 108ને જાણ કરવામાં આવી હતી પરંતુ એક કલાક સુધી કોઈ પણ સારવાર યુવતીને આપવામાં ન આવી હતી જેના કારણે તેનું મોત થયું છે જેથી પોલીસ દ્વારા તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

બનાવાની મળતી માહિતી અનુસાર રાજકોટમાં વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોટા મોવા પાસે આવેલી સનસાઈન કોલેજમાં સ્કુટર પપર જતી બે કોલેજીયન યુવતીને પુરુપાટ ઝડપે આવતા ટ્રકે અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં ઘટના સ્થળે હેતવી ગોરસીયા નામની 23 વર્ષીય યુવતીનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું તે જ્યારે તેની સાથેની જીમીશા નામની યુવતીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ઘટના સ્થળે ઉપસ્થિત અન્ય કોલેજીયન યુવતીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો હતો કે અકસ્માતની ઘટના બની તૈયાર તાત્કાલિક 108 ને જાણ કરવામાં આવી હતી પરંતુ એક કલાક સુધી કોઈ પણ સારવાર પહોંચાડવામાં આવી ન હતી જ્યારે પોલીસને પણ જાહેર કરવામાં આવ્યા છતાં તેઓ પણ હાજર થયા ન હતા. જેથી આ મામલે પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે મોટામાં પાસે આવેલ નવો 150 ફૂટનો રીંગ રોડ પર અનેક ખાડાઓ પડી ગયા હોવાથી અકસ્માતની ઘટના અવારનવાર બનતી રહે છે ત્યારે ફરી એક અકસ્માતની ઘટના બનતા અરેરાટી પ્રસરી જવા પામી છે. જ્યારે શનિવારે જ ખાડાના કારણે એક યુવકનો જીવ ગયો હતો જેમાં હુડકો ચોકડી પાસે બાઈક પર જતા યુવાન નું બાઈક ખાડા ના કારણે સ્લીપ થતા તે માર્ગ પર ફટકાયો હતો જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોતની નિપજ્યું હતું.હાલ પોલીસે આ અકસ્માત સર્જના ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.