Abtak Media Google News

વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સા

મોબાઇલ મારફતે સગીરા સાથે મિત્રત્રા કેળવી બે શખ્સોએ આચર્યુ કૃત્ય

મોરબીમાં વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે, મોબાઇલ ફોનના ફાયદા સામે ગેરફાયદા પણ વધારે હોય છે તેમજ આજના સોશ્યલ મીડિયાના યુગમાં વાલીઓએ પોતાના બાળકોને મોબાઇલ ફોનનો બેફામ ઉપયોગ કરતા તેમજ મોબાઇલ ફોનમાં તે કેવી પ્રવૃત્તિ કરે છે તેના ઉપર સતત ધ્યાન આપવા જેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોરબીના નગર દરવાજા ચોક વિસ્તારમાં રહેતી સગીરા સાથે મોબાઇલના માધ્યમથી મહિલા આરોપી મિત્તલ સોલંકી અને કિશન પટેલ સાથે મિત્રતા કેળવી સગીરાને વિડીયોકોલમાં અશ્લીલ સ્ક્રીન રેકોર્ડિંગ કરી વિડિઓ વાઇરલ કરવાની ધમકી આપી આરોપી કિશન પટેલ દ્વારા રોકડ, સોનાની બુટી તેમજ મોબાઇલ મેળવી જાતીય સતામણી કર્યાની ભોગબનનાર સગીરાની માતા દ્વારા મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આઇપીસી ની કલમ અને પોક્સો કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આરોપી કિશન પટેલની અટક કરી મહિલા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

કેસની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના નગર દરવાજા ચોક વિસ્તારમાં રહેતા અરવિંદાબેને આરોપી મિત્તલ સોલંકી રહે.રફાળેશ્વર અને આરોપી કિશન રમેશભાઈ પટેલ રહે. મોચી શેરી ગ્રીન ચોક સામે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીની સગીરવયની દિકરીને આ કામના આરોપી મિત્તલ સોલંકી તથા આરોપી કિશન પટેલ સાથે મળી પ્રથમ મિત્તલ સોલંકી સાથે ભોગબનનારને મોબાઇલ ફોનના માધ્યમથી મિત્રતા કેળવી તેમજ મિત્તલ સોલંકીએ સગીરાને આરોપી કિશન પટેલ સાથે મિત્રતા રાખવાનુ કહી કિશન પટેલે મિત્રતા કેળવી ભોગબનનાર સગીરાને ગ્રીન ચોક પાસે આવેલ સાંઇબાબાના મંદીરે બોલાવી તેની સાથે બળજબરીથી સેલ્ફી લઇ અભદ્ર માંગણી કરી હતી તેમજ વિડીયોકોલ કરી બળજબરીથી સગીરાને નગ્ન થવા મજબુર કરી જે અંગેનો વિડીયોકોલનુ સ્ક્રીનરેકોડીંગ કરી જે  વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી નરાધમ આરોપી કિશન પટેલે સગીરા પાસેથી અવાર નવાર કટકે કટકે રૂપિયા 70,000/-મેળવી લઇ તેમજ  સોનાની બુટી જોડી-1 તથા ભોગબનારનો જ્ઞાાજ્ઞ મોબાઇલ મેળવી લઇ આરોપીએ ભોગબનનાર સાથે જાતિય સતામણી કરી ગુનામાં એકબીજાએ મદદગારી કર્યાની ફરિયાદ નોંધાવતા મોરબી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ 384, 354(એ), 354(ડી), 506(ર), 114 તથા પોકસો એકટ કલમ મુજબ ગુન્હો નોંધી આરોપી કિશન પટેલની અટક કરી છે તથા મહિલા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.