Abtak Media Google News

મહત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઉંચકાશે

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી બે દિવસ ગરમીમાં હજી રાહત રહેશે શનિવારથી ગરમીનું જોર વધશે અને મહતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે દરમિયાન આગામી 15મી મે બાદ પ્રિ.મોનસુન એકિટવીટીનો આરંભ થઈ જશે. તાપમાનનો પારો નીચો આવશે પરંતુ પરસેવે રેબઝેબ કરતો ઉકળાટ અનુભવાશે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે અને આવતીકાલે રાજયનાં તમામ શહેરોમાં ગરમીમાં રાહત જોવા મળશે તાપમાનનો પારો 41 થી 43 ડિગ્રી વચ્ચે રહેશે. દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટબન્સ પાસ થઈ ગયા બાદ ઉતર પશ્ર્ચિમના પવનોફૂંકાવાના કારણે ગરમીનું જોર વધશે અને તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઉંચકાશે 15મી મે બાદ પ્રિમોન્સુન એકિટવીટી શરૂ થઈ જશે એકાદ મહિનો પારો નીચો રહેશે પણ બફારો વધશે. દરમિયાન ગઈકાલે અમદાવાદ 42.4 ડિગ્રી સેલ્સીયસ સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ.

આ ઉપરાંત ડિસાનું તાપમાન 39.4 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 41 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.7 ડિગ્રી, વડોદરાનું તાપમાન 40.2 ડિગ્રી, ભૂજનું તાપમાન 38.8 ડિગ્રી, કંડલા પોર્ટ પરનું તાપમાન 40.5 ડિગ્રી કંડલા એરપોર્ટ 40 ડિગ્રી, અમરેલીનું તાપમાન 41 ડિગ્રી ભાવનગરનું તાપમાન 38.5 ડિગ્રી, રાજકોટનું તાપમાન 42.3 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 42.3 ડિગ્રી અને જૂનાગઢનું મહતમ તાપમાન 38.8 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.