Abtak Media Google News

કેશોદના ડો.અજય સાંગાણી અને જેન્તીભાઈ ધુળાને માંગરોળ પોલીસે માંગરોળમાં પેરા મેડિકલના સર્ટીફીકેટો બોગસ આપી વિદ્યાર્થીઓ સાથે વિશ્ર્વાસઘાત કર્યા હોવાની તેમજ છેતરપિંડી સહિત જુદી-જુદી કલમો હેઠળ થોડા મહિના પહેલા માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના અંતર્ગત પોલીસે આરોપીઓની રીમાન્ડની માંગણી કોર્ટમાં કરતા કોર્ટે હાલમાં આ બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

Advertisement

બનાવની વિગત એવી છેકે, ગત ૧૯/૪ના રોજ માંગરોળના નગીચાણા ગામની વિદ્યાર્થીની સુમિત્રાબેન વિરમભાઈ પીઠીયા (આહિર)એ માંગરોળ પોલીસમાં ડો. અજય સાંગાણી, માનસીંગભાઈ સીસોદીયા, સંજય ઈસુડા અને જેન્તીભાઈ ધુળા તથા વીરેન્દ્ર મકવાણા વિરુઘ્ધ પેરા મેડિકલ સ્ટાફે ગુજરાત પાયોનિયર મેડિકલ ઈન્સ્ટિટયુટ ચલાવી માંગરોળ તેમજ અન્ય જગ્યાઓમાં બ્રાંચો ખોલી વિદ્યાર્થીઓ પાસેથી જુદા જુદા સત્રની ફી લઈ તેમને ખોટા પ્રમાણપત્ર આપ્યા હોવાની માંગરોળ પોલીસમાં ફરિયાદ થઈ હતી. જેમાં પોલીસે તમામ આરોપી સામે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધેલ હતો.

જે પાંચ પૈકીના બે આરોપીઓએ માંગરોળ પોલીસમાં આગોતરા જામીન દેવા ગયા હતા ત્યારે પોલીસે આ આગોતરા સામે કોર્ટમાં રિમાન્ડમા માંગણી કરી હતી અને આરોપીની પુછપરછ કરવાની બાકી હોય અને તેવા સમયે પોલીસ ને આરોપીની અટક જરૂરી હોય તેવી માંગણી કરતા કોર્ટે આ બંને આરોપીઓને બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. હાલ આ બંને આરોપીઓ પોલીસની ગીરફમાં હોય જેની વધુ તપાસ માંગરોળ પી.એસ.આઈ ચૌહાણ ચલાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.