Abtak Media Google News

 

 2000ની સાલમાં બનેલા આઇટી એક્ટમાં, 25 ફેબ્રુઆરી 2021માં અનેક સુધારા થયા, ટ્વીટર ફેસબુક માટે નવી ગાઇડલાઇન પણ બનાવાઈ

અબતક, નવીદિલ્હી

ઇન્ફોર્મેશન ટેકનોલોજી ભારત માટે એક સૌથી મોટું અને એક વિકાસ લક્ષી પગલું છે પરંતુ સાચી હકીકત તો એ છે કે આઇટીમાં જે નિયમો બનાવવામાં આવેલા છે તે બે દસકા જુના છે. આ નિયમોને ઝડપભેર બદલાવ કરવો ખૂબ જ જરૂરી છે અને ડિજિટલ નિયમોને લાવવા અનિવાર્ય છે. એક તરફ ભારત વૈશ્વિક સ્તર ઉપર આગળ વધી રહ્યું છે ત્યારે જો આઇટીમાં નવા બદલાવો આવશે તો તેનો ઘણો ફાયદો દેશને પણ મળશે એટલું જ નહીં હાલ સૌથી મોટી વાત તો એ છે કે ડિજિટલ પ્લેટફોર્મ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને દિવસે દિવસે નવા નવા પ્લેટફોર્મ આવે છે ત્યારે તેના ઉપર નિયંત્રણ કેટલા અંશે રાખી શકાય તે જાણવું પણ એટલું જ જરૂરી છે.

સરકારે અનેક પ્રવૃત્તિઓ ઉપર રોપણ મૂકી છે અને કોઈ પણ પ્રકારે કોઈની સ્વતંત્રતા ન હોય તે અંગે પણ ગંભીરતા દાખવી છે પરંતુ જે રીતે ડિજિટલ પ્લેટફોર્મ નો વ્યાપ વધી રહ્યો છે તેને વિદ્યાલય એક માં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી છે.રાજુ ચંદ્રશેખરે માહિતી આપતાં જણાવ્યું હતું કે નવા કાયદામાં દેશના નાગરિકોને પ્રાઇવસી સહિતના તમામ લાભો મળી શકે તેવા નિયમો નું ગઠન થવું જોઈએ અને હાલ જે નિયમો જોવા મળી રહ્યા છે તે ખૂબ જ ઝાડ છે ત્યારે જો સરળ નિયમો બનાવવામાં આવે તો વધુ સ્ટાર્ટઅપ આ ક્ષેત્રમાં શરૂ થઈ શકે છે અને રોજગારીની તકો પણ ઉભી થઈ શકશે. પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે સમાચાર પત્રો અને માન્યતા મેળવવા માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ આવતી હોય છે અને તેમાંથી પસાર પણ થવું પડે છે તો સામે ડિજિટલ પ્લેટફોર્મ માં કોઈપણ પ્રકારની માન્યતા ન હોવાના કારણે તેના પર કોઈપણ પ્રકારે ગંભીર પગલાઓ લઇ શકાતા નથી ત્યારે ડિજિટલ મીડિયા ની માન્યતા કેટલા અંશે જરૂરી તે પણ એક પ્રશ્ન સતત ઉદ્ભવીત થઇ રહ્યો છે.

બીજી તરફ સરકાર દ્વારા જે રીતે સમાચાર પત્રો ને માન્યતા આપવામાં આવતી હોય તેવા કયા કારણો છે કે જેનાથી સોશિયલ મીડિયા ના પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં અનેક વાયરલ વિડીયો અપલોડ થતા હોય છે સામે ઘણી ખરી ગેરરીતિ પણ આચરવામાં આવતી હોય છે ત્યારે જો આ અંગે ગંભીરતા રાખવામાં આવે અને સઘન પગલાં લેવાય તો આ પ્રશ્નોનો ત્વરિત નિવારણ આવી શકશે અને જે સોશિયલ મીડિયાનો અતિરેક થતો જોવા મળે છે તે પણ નહીં થાય. માટે નવા નિયમો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં લાવવા ખૂબ જ જરૂરી છે અને અનિવાર્ય પણ બન્યા છે.
મીડિયાને સ્વનિયંત્રિત કરવાનું અભિયાન હાલ સરકાર ચલાવી રહી છે : ડો. ધીરજ કાકડિયા ગુજરાત પીઆઈબીના એડિશનલ ડાયરેક્ટર ડો. ધીરજ કાકડીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ સરકાર મીડિયાને સ્વનિયંત્રિત કરવાનો અભિયાન ચલાવી રહ્યું છે.

બીજી તરફ તેઓએ એમ પણ જણાવ્યું હતું કે હાલના તબક્કે કોઇ પણ ડિજિટલ પ્લેટફોર્મ અથવા તો ડિજિટલ પબ્લિશર તેમની ચેનલ અથવા વેબસાઇટ શરૂ કરવા માંગતા હોય તો તેઓએ મિનિસ્ટ્રીમાં પોતાની તમામ જરૂરી માહિતી અપડેટ કરાવવાની હોય છે અને સિસ્ટમને ઈન્ટિમેટ કરવાનું હોય છે જેથી તેઓને એક પ્રકારનું રેકગનિશન એટલે કે માન્યતા મળી શકે. સાથોસાથ સોશિયલ મીડિયાનો ગેરૂપયોગ ન થાય તે માટે આઇપીસીની કલમ 295 499 500 અને 501 મુજબ ગંભીર પગલાઓ પણ લઈ શકાય છે જે પૂરતા છે. ત્યારે ભારત દેશમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા દરેક નાગરીકોને આપવામાં આવી છે જેથી જો તેઓ કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવા માંગતા હોય તો તેમના પર વ્યાજબી અંકુશ મૂકવામાં આવેલા છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે આટી એકટમાં 25 ફેબ્રુઆરી 2021 માં અનેક સુધારા કરવામાં આવ્યા હતા. જેમાં સરકારે ટ્વીટર, ફેસબુક માટે નવી ગાઇડલાઇન પણ નિર્ધારિત કરી હતી. એટલું જ નહીં ઓટીટી પ્લેટફોર્મ માટે પણ સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં ક્ધટેન્ટ ક્રિએટર એ જ પાંચ કેટેગરીમાં દરેક ક્ધટેન્ટને વર્ગીકૃત કરવું પડશે અને ત્યાર બાદ જ તેને પ્રકાશિત અથવા તો તેનું પ્રસારણ કરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.