Abtak Media Google News
  • ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી
  • જ્યારે ઉત્તર-પૂર્વમાં અરુણાચલમાં આવેલા ભૂકંપની તિવ્રતા 3.7 હતી

અબતક, મહારાષ્ટ્ર ન્યૂઝ :  મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશ આજે સવારે ભૂકંપના આંચકાથી હચમચી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ કહ્યું હતું કે દેશના પશ્ચિમી રાજ્ય મહારાષ્ટ્રમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી, જ્યારે ઉત્તર-પૂર્વમાં અરુણાચલમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.7 હતી. વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. મહારાષ્ટ્રના હિંગોલીમાં ગુરુવારે એક પછી એક ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. આ આંચકા લગભગ 10 મિનિટના અંતરે નોંધાયા હતા.હિંગોલીમાં સવારે 6.08 કલાકે ભૂકંપનો પ્રથમ આંચકો અનુભવાયો હતો.

રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 હતી. ભૂકંપનો બીજો આંચકો સવારે 6.19 કલાકે નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 નોંધાઈ હતી.નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મહારાષ્ટ્રના હિંગોલીમાં 10 કિમીની ઊંડાઈએ હતું. સવારે 6.08 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. 4 થી 4.9 ની તીવ્રતાવાળા ભૂકંપને હળવા ધરતીકંપ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં જે ભૂકંપ આવ્યો તે હળવી તીવ્રતાનો હતો, પરંતુ તેના કારણે લોકોના મનમાં ચોક્કસપણે ભય પેદા થયો. આંચકા અનુભવતા કેટલાક લોકો ઘરની બહાર આવી ગયા હતા.

સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપનો પ્રથમ આંચકો અરુણાચલ પ્રદેશમાં નોંધાયો હતો. દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યમાં થોડા કલાકોના અંતરે બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે ગુરુવારે સવારે 1.49 કલાકે પહેલો આંચકો નોંધાયો હતો. રાજ્યના પશ્ચિમ કામેંગમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. તેનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.