Abtak Media Google News

રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે

નવા વર્ષ ૨૦૧૯ જાન્યુઆરીમાં પંદર દિવસમાં દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં સુર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનો અદભુત અવકાશી નજારો બનવાનો છે. શનિવાર-રવિવાર તા.૫ તથા ૬ જાન્યુઆરીએ ખંડગ્રાસ સુર્યગ્રહણ જયારે સોમવાર તા.૨૧મી જાન્યુઆરીએ ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અદભુત-અલૌકિક અવકાશી નજારો જોવા મળશે. રવિવારના ખંડગ્રાસ ગ્રહણના નજારા માટે ખગોળ વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન રસિકો શનિવારથી અમેરિકા, અલાસ્કામાં માનવ કલ્યાણકારી સંશોધનો માટે પડાવ નાખવાની આખરી તૈયારીમાં છે. જયારે ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધ વૈધાદિ નિયમો બનાવ્યા તે તદન અપ્રસ્તુત, અવૈજ્ઞાનિક સાબિત થાય છે. રાજયમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી અને પંદર શાખાઓ પોતાના વિસ્તારમાં આપશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, સંવત ૨૦૭૫ માગસર કૃષ્ણપક્ષ અમાસને શનિવાર-રવિવાર તા.૫ તથા ૬ જાન્યુઆરી ૨૦૧૯ ધન રાશિ અને પૂર્વાષઢા નક્ષત્રમાં થનાર આ ખંડગ્રાસ સુર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણ એશિયા, ઉતર પેસિફિક, દક્ષિણ પેસિફિક, દક્ષિણ અમેરિકા, દક્ષિણ-પશ્ર્ચિમ અલાસ્કામાં અદભુત અલૌકિક નજારો જોવા મળશે. જાથા શનિવાર સાંજે ૫ થી અમદાવાદ તેમજ રાજયના જીલ્લા મથકો, તાલુકા મથકો, જોડતા ગ્રામ્ય વિસ્તારોને આવરી લઈ ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે. ભવિષ્યમાં ભારતમાં ગ્રહણનો નજારો જોવા મળે ત્યારે કોઈપણ પ્રકારનું સુતક-બુતકને માનવું નહીં. જપ, તપ, હવન, ક્રિયાકાંડો કરવા નહી સાથે ગ્રહણ સમયે ચા-નાસ્તો, ભોજન આરોગવાથી કશુ જ નુકસાન થવાનું નથી તેમ સમજ આપવાનો કાર્યક્રમ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.