Abtak Media Google News

જામનગરના મોટા થાવરિયા ગામના એક યુવાનને ગુરૃવારે મોટરસાયકલમાં લીફ્ટ આપી માર્ગમાં છરી બતાવી બે શખ્સોએ રૃા.પ હજારની રોકડવાળું પર્સ લૂંટયાના ગુન્હામાં એલસીબીએ બે શખ્સોની અટકાયત કરી ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓએ બાઈક, મોબાઈલ, છરી તથા પર્સ કાઢી આપ્યા છે.

Advertisement

જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામના રાજેશભાઈ ધનજીભાઈ મકવાણાને કડિયાકામ કરતી વખતે ગુરૃવારે હાથમાં ઈજા થતા તેની સારવાર લેવા માટે જામનગર આવવાનું નક્કી કરી રાજેશભાઈ મોટા થાવરિયાના પાટિયે બપોરે ત્રણેક વાગ્યે વાહનની રાહ જોતા હતા.

ત્યારે એક મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ તેઓને લીફ્ટ આપી હતી તે પછી કાલાવડ ધોરીમાર્ગ પર આવેલી ઠેબા ચોકડીથી આગળ રાધિકા સ્કૂલ પાસેની અવાવરૃ જગ્યામાં મોટરસાયકલ થંભાવી આ શખ્સોએ છરી બતાવી રાજેશભાઈ પાસેથી રૃા.પ હજારની રોકડવાળું પર્સ ઝૂંટવી લીધું હતું જેની પોલીસમાં ફરિયાદ થઈ હતી.

આ ગુન્હાની એલસીબી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમ્યાન કાલાવડ નાકા બહાર આવેલા અકબરશા ચોકમાં રહેતા નવાઝખાન અયુબખાન પઠાણ અને ઘાંચીવાડમાં રહેતા આબિદ રઝાક આરબ નામના બે શખ્સો ઉપરોક્ત લૂંટમાં સંડોવાયેલા હોવાની અને આ શખ્સો ખોજાનાકા પાસે ઉભા હોવાની બાતમી એલસીબીના ફિરોઝ દલ, લાભુભાઈ ગઢવી, કમલેશ ગરસરને મળતા એલસીબીનો કાફલો દોડી ગયો હતો.

તે સ્થળેથી બન્નેની અટકાયત કરી પૂછપરછ કરાતા આરોપીઓએ લૂંટમાં વાપરેલું જીજે-૧૦-બીડી ૮૮૮૫ નંબરનું મોટરસાયકલ, બે મોટર, એક છરી અને રૃા.પ હજારની રોકડવાળું પર્સ કાઢી આપતા કુલ રૃા.૩૬૦૫૦નો મુદ્દામાલ કબજે કરી એલસીબીએ બન્ને શખ્સોની ઘનિષ્ઠ પૂછપરછ આરંભી છે. આરોપી પૈકીનો નવાઝખાન અગાઉ ચોરીના કેટલાક ગુન્હાઓમાં સંડોવાયેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.