Abtak Media Google News

પોલીસ ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી તસ્કરોને મોકળુ મેદાન

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીની વધુ બે ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમાં ઉમા રેસીડેન્ટ દુર્લભ પાર્ટીપ્લોટની બાજુમા આનંદનગર પાછળ દલવાડી સર્કલ પાસે રહેતા કેશવજીભાઇ દેવકરણભાઇ અઘારા નામના શખ્સ ગત તા.23/11/2022 ના રાત્રીના બારેક વાગ્યા આસપાસ પોતાનું જીજે 03 સીએચ 6498 નંબરનું બ્લેક કલરનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક મોરબી નવા બસસ્ટેન્ડ અંદર પાર્કીંગમાં પાર્ક કરી બહાર ગામ ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેમની બાઈકની ઉઠાંતરી કરી જતા તેમણે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જયારે અન્ય બનાવમાં મોરબીના લક્ષ્મીનગરમાં રહેતા જયંતીભાઇ કેશવજીભાઇ વાધડીયા નામના આધેડ પણ પોતાનું જીજે 03 ઈએસ 2893 નંબરનું બ્લેક કલરનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક ગત તા.23/11/2022ના રોજ સાંજના સમયે મોરબી નવા બસસ્ટેન્ડ પાસે આવેલ સુપરમાર્કેટના પાર્કીંગમાં પાર્ક કરી કામ માટે બહાર ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેમની બાઈકની ઉઠાંતરી કરી જતા તેમણે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે નવા બસસ્ટેન્ડ પાસે એક જ દિવસમાં બે બાઈક ચોરીના બનાવો નોંધાતા વિસ્તારના લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.