Abtak Media Google News

 રાજુલા: રામપરા ગામે પતિએ પત્નીને કુહાડાનો ઘા મારી ઢીમ ઢાળી દીધું

બે વર્ષથી ત્રાસ ગુજારતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારતાં ગામમાં ચકચાર

રાજુલા તાલુકાના રામપરા ગામમાં પતિએ કુહાડાનો ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારતાં ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે. બે વર્ષથી ત્રાસ ગુજારતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દેતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોવાયા ગામમાં રહેતા વિક્રમભાઈ સુખરાભાઈ લાખોતરા નામના 34 વર્ષના યુવાને પીપાવાવ મરીન પોલીસ મથકના નોંધાયેલી ફરિયાદ મુજબ તેમના બહેન માલુબેનના 20 વર્ષ પહેલાં રાજુલાના રામપરા ગામના બૂધા ભીખા વાઘ સાથે લગ્ન થયા હતા.

પરંતુ છેલ્લા બે વર્ષથી પતિ બુધા પત્ની માલુબેનને ” તું ગમતી નથી, તું હવે પોસાતી નથી” તેવા મેણા ટોણા મારી ત્રાસ ગુજારતો હતો. પરંતુ ગઇ કાલે પતિ બુધા ઉશ્કેરાઈ જતા પત્ની માલુબેનને માથામાં કુહાડો મારી દેતા તેઓને લોહિયાળ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં તેઓનું મોત નિપજતા પરિવારમાં આક્રંદ છવાયો છે. પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.