Abtak Media Google News

હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાનને જોતા સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી સહિત ભાવનગર અને વલસાડમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.  અમદાવાદ સહિત રાજ્યના સાત જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે  ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો છ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે.24 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પણ  અનુમાન છે. 27 જુલાઈથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ચોમાસાનો  ચોથો રાઉન્ડ શરૂ થશે,. ઓગષ્ટના મધ્ય સુધી વરસાદ વિરામ લે તેવો અંબાલાલ પટેલે  અનુમાન વ્યક્ત કર્યો છે.

Advertisement

ઉલ્લેખનિય છે કે, રાજ્યના 207 પૈકી 50 ટકા જળાશયો હાઈએલર્ટ પર છે. તો  67 જળાશયો હાઈએલર્ટ પર છે.  તો 18 એલર્ટ અને 22 જળાશયો વોર્નિંગ પર છે, 206 જળાશયોમાં કુલ 51.51 ટકા જળસંગ્રહ છે. રાજ્યના કુલ 207 જળાશયો પૈકી 44 જળાશયો ઓવરફ્લો થયા છે.  સૌરાષ્ટ્રના 34, કચ્છના આઠ, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતનું એક એક ડેમ ભરાઇ ચૂક્યો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સૌથી વધુ 72.81 ટકા જળસંગ્રહ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 61.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 119, તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં  89.69 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં 55.56 ટકા, મધ્ય ગુજરાતમાં 48 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં વરસ્યો 47.68 ટકા વરસાદ વરસ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.