Abtak Media Google News

જલજીત હોલ પાસે પાછળથી કાર અથડાવી નશો કરેલી હાલતમાં પોલીસમને દંગલ મચાવ્યું

આનંદનગર કોલોની પાસે આવલા જલજીત હોલ પાસે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીએ પાર્ક કરેલી મસીર્ડીઝ કાર પાછળ નશો કરેલી હાલતમાં પોલીસમેને કાર ભટકાડી લાજવાને બદલે ગાજયો હતો. ટ્રસ્ટી પર હુમલો કરી ધમકી દીધા અંગેની બે શખ્સો સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આનંદનગર પાછળ આવેલા ગીતાજંલી પાર્કમાં રહેતા અને ખોડીયારધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ સીએ ચિરાગ ખોડીદાસભાઇ શિયાણીએ માલવીયાનગરના પોલીસમેન રામ વાક અને નામચીન શખ્સ અજય રાયધન બોરીચા સામે કાર ભટકાડી ગાળો દઇ માર મારી ખૂનની ધમકી દીધા અંગેની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ચિરાગભાઇ શિયાણી ગઇકાલે પોતાની મસીર્ડીઝ કાર લઇને જલદીત હોલ પાસે પોતાની પુત્રી માટે ફુગ્લા લેવા ગયા હતા. કાર પાર્ક કરી થોડે દુર ફુગ્ગા લઇ રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વિનાની આઇ-૧૦ કાર મસીર્ડીઝ પાછળ ભટકાતા તેઓ પોતાની કાર પાસે દોડી ગયા હતા અને ધ્યાન રાખીને ચલાવવાનું કહેતા પોતે માલવીયાનગરના પોલીસમેન રામ વાંક હોવાનું કહી ગાળો દેવાનું શરૂ કરી મોબાઇલમાં કોઇ સાથે વાત કરી અજય રાયધન બોરીચાને બોલાવતા તે બીજી આઇ-૧૦ કાર લઇને આવ્યા બાદ બંને શખ્સોએ એક સંપ કરી માર માર્યો હતો.

ભક્તિનગર પોલીસ મથકે સમાજના આગેવાનો સાથે જઇ પોલીસમેન રામ વાંક અને અજય બોરીચા સામે ફરિયાદ નોંધાવતા એસીપી પ્રદિપસિંહ જાડેજા અને પી.આઇ. વી.કે.ગઢવી સહિતના સ્ટાફે બંને સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે. રામ વાંક ક્રાઇમ બ્રાન્ચમાં હતો ત્યારે સોની વેપારીને માર માર્યાના આક્ષેપ થયા છે. જ્યારે અજય બોરીચા સામે પોલીસમાં અગાઉ અનેક ગુના નોંધ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.